મતગણતરી:નવસારી જિલ્લામાં 6 કેન્દ્ર ઉપર આજે ગ્રામ પંચાયતોની મત ગણતરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં 6 કેન્દ્ર ઉપર આજે ગ્રામ પંચાયતોની મત ગણતરી3
  • જિલ્લાન 269 ગ્રામ પંચાયતના સરપંચપદના 744 અને 3917 સભ્યના ભાવિનો ફેંસલો

નવસારી જિલ્લામાં મંગળવારે દરેક તાલુકા દીઠ એક-એક એમ કુલ 6 કેન્દ્રો ઉપર મત ગણતરી કરાશે,જેમાં 1231 જણાનો સ્ટાફ જોડાશે. જિલ્લામાં 269 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યો માટે રવિવારે મતદાન થયું હતું,જેના માટે મંગળવારે સવારે 9 વાગ્યાથી મતપેટીમાં પડેલ મતોની ગણતરી શરૂ થશે.

જિલ્લાના 6 તાલુકામાં દરેકમાં મત ગણતરી માટે એક-એક કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યા છે. નવસારી તાલુકા માટે ચોવીસી હાઈસ્કૂલ,જલાલપોર તાલુકામાં સંસ્કાર ભારતી સ્કૂલ, ચીખલી તાલુકામાં એમ.આર. દેસાઈ કોલેજ ચીખલી, વાંસદા તાલુકા માટે સરકારી કોલેજ વાંસદા, ગણદેવી તાલુકા માટે ગણદેવીની ઘ.ના. ભાવસાર કુમારશાળા અને ખેરગામ તાલુકા માટે તાલુકા સેવાસદન ખેરગામ મત ગણતરી માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.જિલ્લામાં મત ગણતરી માટે કુલ 1231 નો સ્ટાફ ફળવાયો છે.મળતી માહિતી મુજબ નવસારી, જલાલપોર અને ખેરગામ તાલુકામાં ઓછી ગ્રામ પંચાયતોની ચૂંટણી હોય મત ગણતરી પણ વહેલી પૂર્ણ થવાની શકયતા છે.

ગોધાબારીની પેટાચૂંટણીનો આજે નિર્ણય
વાંસદા તાલુકાના ગોધાબારી ગામે સરપંચની પેટાચૂંટણી હાલની ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે યોજાઇ હતી. જેમાં 84.38 ટકા મતદાન થયું હતું. ગામમાં 626 પુરૂષ મતદારો અને 607 સ્રી મતદારો છે. કુલ મતદારો 1293 પૈકી 547 પુરૂષે જ્યારે 544 મળી કુલ 1091 લોકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું. પુરૂષોમાં 87.38 ટકા જ્યારે સ્ત્રીમાં 81.56 ટકા જેટલું મતદાન મળીને કુલ 84.38 ટકા મતદાન નોંધાયું હતું. મંગળવારે આ પેટા ચૂંટણીનો પણ ફેંસલો આવશે અને સરપંચ તરીકે કોને મંગળ ફળે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...