મત ગણતરી ક:નવસારી તાલુકાની ગ્રા.પં.ની શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી, બે ગામમાં ટાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઇ ને સાંજે 4 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર

નવસારી તાલુકાની 31 ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી કબીલપોરમાં આવેલી આર.ડી પટેલ હાઇસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારી તુષાર જાનીના માર્ગદર્શન હેઠળ સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ હતી. પોલીસ બંદોબસ્ત હેઠળ કોઈ અનિચ્છનીય ઘટના વગર સાંજે 4 વાગ્યે મત ગણતરી પૂર્ણ થઈ હતી.

નવસારી તાલુકામા 31 જેટલી ગ્રામ પંચાયત અને જૂથ ગ્રામ પંચાયતના મતદાન અને વોર્ડ સભ્યોના મતદાનનું આયોજન કબીલપોરમાં આવેલ આર.ડી.પટેલ હાઇસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીપૂર્ણ થતાં વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાભાઇ શાહે મહત્તમ બેઠકો ઉપર ભાજપ સમર્થિત પેનલ વિજયી થઇ હોવાનો દાવો કર્યો હતો.

1 સરપંચ અને 3 સભ્યમાં ટાઇ પડી
નવસારી તાલુકાના અંબાડા ગામમાં વોર્ડ સભ્ય જીતેન્દ્ર પટેલ અને સંદીપભાઈ ઠાકોરને 72-72 મત મળતા ટાઈ થઈ હતી. જેમાં ચીઠ્ઠી ઉછાળીને નક્કી કરતા જીતેન્દ્ર પટેલ વિજેતા બન્યા હતા. સરપોર નજીક આવેલ પારડી ગામે પણ વોર્ડ સભ્યોમાં કૌશલ પટેલ અને હિતેશ પટેલને 66-66 મત મળતા ટાઈ થઈ હતી. ચીઠ્ઠી ઉછાળતા કૌશલ પટેલનું નસીબ જોર કરતા તેઓ વિજેતા બન્યા હતા. જલાલપોર તાલુકાના સંદલપોર ગામે વોર્ડ સભ્યમાં નિલેશ પટેલ અને ખીમા ભરવાડને 86-86 મત મળતા ચીઠ્ઠી ઉછાળતા નિલેશ પટેલ વિજયી બન્યા હતા. કાંઠાના વાંસી ગામે સરપંચપદે ભરત પટેલ અને ભારતી પટેલને 176-176 મત મળતા ચીઠ્ઠી ઉછાળતા તેમાં ભરત પટેલનું નામ આવતા તેને વિજેતા જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...