દરખાસ્ત:બીલીમોરાના સપૂત મહેબૂબ ખાનનું નામકરણ કરવા કાઉન્સિલરની નગરપાલિકામાં દરખાસ્ત

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધર ઇન્ડિયા જેવી ફિલ્મના જનકનો આજે જન્મદિવસ
  • રોડ, ચોક, મકાન સાથે તેમનું નામ જોડયું નથી કે પ્રતિમા પણ મુકાઈ નથી

બીલીમોરાના સપૂત અને શહેરને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર મહેબૂબ ખાનનું નામ શહેરમાં ન હોય તેનું નામકરણ કરવા પાલિકાની આગામી સામાન્ય સભામાં ચર્ચા કરવા સિનિયર કાઉન્સિલરે દરખાસ્ત કરી છે. મધર ઇન્ડિયા સહિતની અનેક જાણીતી ફિલ્મ બનાવનાર અને મહેબૂબ સ્ટુડિયોના નિર્માતા મહેબૂબ ખાનને બૉલીવુડના પાયોનિયરમાના એક ગણવામાં આવે છે,જેમનો જન્મ આજથી 115 વર્ષ અગાઉ અહીંના બીલીમોરામાં 9 સપ્ટેબર 1907ના રોજ થયો હતો. શરૂઆતમાં ઘોડાના વ્યવસાય સાથે સંકળાયેલ હતા, બાદમાં મુંબઈમાં ફિલ્મઉદ્યોગમાં જોડાયા હતા.અનેક સફળ ફિલ્મો બનાવી હતી જેમાં મધર ઇન્ડિયા ફિલ્મ તો આંતર આંતર રાષ્ટ્રીય એવોર્ડ માટે પણ નોમિની થઈ હતી.

તેઓએ બીલીમોરાનું નામ માત્ર દેશ નહીં પણ વિદેશમાં પણ ગુજતું કર્યું હોવા છતા બીલીમોરાના કોઈ રોડ, ચોક, મકાન સાથે તેમનું નામ જોડયું નથી યા પ્રતિમા મુકાઈ નથી. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લાના જ વાંસદામાં જન્મેલ જયકિશન પાંચાલ (શંકર જયકિશનવાળા)ની યાદગીરી જાળવવા વાંસદામાં પ્રતિમા મુકાઈ છે. બીલીમોરામાં મહેબૂબ ખાનનું નામ રોડ યા અન્ય સાથે જોડાવા આશરે 6 વર્ષ અગાઉ પાલિકા સભ્ય મલંગ કોલિયાએ રજૂઆત કરી હતી પણ રજૂઆત ધ્યાને લેવાઈ ન હતી. હવે કોલિયાએ જ પાલિકા અધિનિયમની કલમ 51 (3) મુજબ એક દરખાસ્ત રજૂ કરી છે,જેમાં આગામી સામાન્ય સભામાં મહેબૂબ ખાનનું નામ રોડ, હોલ યા અન્ય સાથે જોડાવા ચર્ચા કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...