રજૂઆત:નુડા દ્વારા નવી ટીપીના નકશામાં તીઘરા ગામની ગામતળની જમીનમાં ભૂલ સુધારો

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
તિધરા ગામના સ્થાનિકો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. - Divya Bhaskar
તિધરા ગામના સ્થાનિકો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
  • માહ્યાવંશી મહોલ્લો નકશામાંથી ગાયબ થઇ જતા કલેક્ટરને રજૂઆત કરાઇ

નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-13મા આવેલા તીઘરા ગામમાં માહ્યાવંશી મહોલ્લાવાળી ગામતળની જમીનને આપેલો નંબર રદ કરી ગામતળની અને વાડાકાછાની જમીન હોય તે નકશામાં ગર્વમેન્ટ લેન્ડ તરીકે બતાવી દેતા તે બાબતે ગ્રામજનોએ વિરોધ કરી આ નકશાનું રિસરવે કરી રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરતું આવેદનપત્ર ગ્રામજનોએ કલેકટરને આપ્યું હતું.

તીઘરા ગામના ભરત રાઠોડ, પરેશભાઈ વાટવેચા અને ગામના લોકોએ નવસારી કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે હાલમાં નવસારી-વિજલપોર નગરપાલિકા હદમાં તીઘરા ગામનો સમાવેશ કરવમાં આવ્યો છે.

જેમાં આદિવાસી સમાજના જુના મંદિરો સ્થાનકો પણ આવેલા હોય તે નક્શા મુજબ ફાળવેલ જમીનમાં જતું રહેતું હોય આ અન્યાયકારી નક્શાનો વિરોધ કરીએ છીએ અને નવેસરથી સરવે કરી તેમની જમીન તેમને મળે અને તેમના ધાર્મિક સ્થળોને નુકસાન નહીં થાય તે માટે ગામતળની જમીન બીજાને નહીં ફાળવવા જણાવી જો તેમ નહીં થાય તો ગ્રામજનો સત્યાગ્રહ કરશે તેવી ચીમકી સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

મહોલ્લાનું નામ હટાવી ગામતળમાં ફેરફાર
હાલમાં નુડાએ બનાવેલ નગર રચનામાં નકશો મુજબ તીઘરા ગામના મૂળ ગામના માહ્યાવંશી મહોલ્લાવાળા વિસ્તારને નવો સરવે 558 બતાવી ગવર્નમેન્ટ લેન્ડ દર્શાવેલ છે. ગામતળની જમીનનો ઉલ્લેખ થયો છે છતાં 27મી એપ્રિલ 2022ના રોજ જાહેર થયેલા નકશામાં માહ્યાવંશી મહોલ્લાનું નામ હટાવી ગામતળમાં ફેરફાર કરી ગવર્નમેન્ટ લેન્ડ કરેલી છે અને તેઓની જમીન અન્યોને ફાળવી દેવાનું બતાવેલ છે જેનો લોકોનો વિરોધ છે.

અન્ય સમાચારો પણ છે...