તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગ:મીડિયા કર્મીને મારવાની ઘટના બાદ નગરસેવકોએ રેતીની ટ્રક અટકાવી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બોલાવી, ટ્રાફિક અને જાહેરનામા ભંગનો કેસ

નવસારીમાં રેતી માફિયાઓ દ્વારા મીડિયાકર્મી પર થયેલા હુમલા બાદ નવસારી-વિજલપોર નગરપાલિકાના કારોબારી ચેરમેન અશ્વિન કાંસુદ્રા, વોર્ડ નંબર-4ના નગરસેવક અશ્વિન કહાર, સરજુ અજબાની સહિત વોર્ડ નંબર-9 જલાલપોર વિસ્તારના નગરસેવકો રિંગરોડ પર આવી રેતી ભરેલી ટ્રકને પસાર થતી અટકાવી હતી. તેઓએ ટ્રક અટકાવતા અડધો કલાક સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રિંગરોડ પરથી ઓવરલોડ ભારે વાહનો પસાર થતા હોય કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય ટ્રાફિક પોલીસને જાણ કરી હતી.

જેને પગલે હેકો બ્રિજેશ તિવારી અને અન્ય સ્ટાફે આવી ટ્રક (નં. GJ-05-AZ-4807)ના ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં હોય અને કલેક્ટરના જાહેરનામા મુજબ સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી જાહેર માર્ગ પરથી પસાર થવાનો પ્રતિબંધ હોય જીપી એક્ટ 131 મુજબ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...