તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા દાખવી:કોરોનાને કારણે નિરાધાર થયેલી બે બાળકીઓને નગરસેવકોએ દત્તક લીધી, સેવાએ જ સંગઠનના સુત્રને સાર્થક કર્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજલપોર પાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેન અશ્વિની કાસુન્દ્રા અને શાસક પક્ષના ઉપનેતા સરજુ અજબાણીએ જવાબદારી લીધી

નવસારી પાસે આવેલા ચોવીસી વિસ્તારમાં રહેતી 16 અને 6 વર્ષીય બે બાળકીઓએ તેમના માં-બાપને વર્ષો પહેલા ગુમાવ્યા બાદ તેની દેખરેખ દાદી કરી રહી હતી. પણ કાળ ચક્ર ફરતા દાદી પણ કોરોનાને કારણે બે મહિના પહેલાં મૃત્યુ પામ્યા હતા. જેથી આ દુનિયામાં નિરાધાર બનેલી બે બાળકીઓની જવાબદારી કોણ સ્વીકારશે તેને લઈને પણ પ્રશ્નાર્થ જન્મ્યો હતો. તેથી કોરોનાને કારણે નિરાધાર થયેલી બે બાળકીઓને નગરસેવકોએ દત્તક લીધી છે.

ખરા અર્થમાં ભાજપના સેવા એ જ સંગઠન સૂત્ર સાર્થક થયું

હાલમાં આ બે બાળકોની જવાબદારી પાડોશી કે જે સફાઈ કામદાર તરીકે નિવૃત્ત થયા છે તેઓએ સ્વીકારી હતી. જેથી આ સમગ્ર ઘટના જણાવવા માટે પાડોશી ધારાસભ્ય પિયુષ દેસાઈની ઓફિસે પહોંચ્યાં હતાં. જ્યાં બે નગરસેવકો અશ્વિન કાસુન્દ્રા અને સરજુ અજાણી પણ ત્યાં હાજર હતાં. તેમણે આ બંને બાળકીઓના ભરણ પોષણ શિક્ષણ અને લગ્નની જવાબદારી ઉપાડતા ખરા અર્થમાં ભાજપના સેવા એ જ સંગઠન સૂત્ર સાર્થક થયું હતું.

દીકરીઓની જવાબદારી નગરસેવકોએ ઉપાડી લેતા બાળકીઓને સહારો મળ્યો

સાથે જ આ બે બાળકીઓને રાજ્ય સરકાર તરફથી પણ સહાય મળે તે માટે ધારાસભ્ય પિયુષ દેસાઈ પ્રયત્નશીલ રહ્યાં છે. આજે જ્યારે કોરોનામાં અનેક પરિવારો ખુમાર થયા છે. ત્યારે સેવાભાવી લોકોને કારણે અનેક લોકોને સહારો મળ્યો છે. જે પૈકી ચોવીસી ગામની આ બે દીકરીઓની જવાબદારી નગરસેવકોએ ઉપાડી લેતા બાળકીઓને સહારો મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...