તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:2019માં 16 ગ્રાહક સાથે 2.27 કરાેડની ઠગાઇ કરનાર કાેર્પાેરેશન બેંકનાે મેનેજર 2 વર્ષે ઝડપાયાે

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારીની કોર્પોરેશન બેંકના ફરાર મેનેજરને એલસીબી મુંબઇથી પકડી લાવી

નવસારીમાં આવેલ કોર્પોરેશન બેન્કના મેનેજર દ્વારા વર્ષ 2019માં અન્ય ત્રણ લોકોની મદદથી ખોટા દસ્તાવેજ બનાવીને ગ્રાહકના નામે 15 લાખની લોન લીધી હતી. જે બાબતે લોન ન ચૂકવતા ગ્રાહકના ઘરે નોટીસ આવતા આ મામલો બહાર આવતા ગ્રાહકે માત્ર 5 લાખની લોન લીધી હતી અન્ય 11 લાખની લોન મેનેજરે ખોટા દસ્તાવેજ બનાવીને લીધી હોવાનું ધ્યાને આવતા પોલીસ ફરીયાદ થઈ હતી. જેમાં 16 જેટલા લોકોના નામે રૂ.2.27 કરોડની છેતરપીંડી કરી હોવાનું ધ્યાને આવ્યા બાદ 3ની અટક કરી હતી, પણ મેનેજર ફરાર થયો હતો. એલસીબી પોલીસે આ ફરાર આરોપી મેનેજરને મુંબઈ પોલીસની મદદથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

નવસારીના રાયચંદ રોડ પર રહેતા દિવ્યેશ પરસોતમ ટંડેલે વર્ષ 2013માં ફ્લેટ લેવા માટે લોન મેળવી આપનાર હેમત ટંડેલ રહે. મીથીલા નગરી નવસારીનો સંપર્ક કર્યો હતો. તેમણે એડવોકેટ વિજય અને મનોજ ભોજાણી નામના બેંકના એજન્ટ મારફતે લોન માટે અરજી કરી જેમાં દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા. જેમાં 4 લાખની લોન લીધી અને હપ્તાઓ પણ ભરતો હતો. બે વર્ષ બાદ તેમના ઘરે નોટીસ આવી કે તમે હપ્તા ભરતા નથી. તેમ જણાવી હેમંત ટડેલનો સંપર્ક કર્યો હતો અને 15 લાખની લોન લીધી ન હોવાનું જણાવ્યું હતું.

ત્યારે હેમંતે જણાવ્યું કે, લોન મેનેજર વાસુદેવ શ્રીપાદ ધુપકર રહે. એરૂ મૂળ રહે. સાતાંક્રુઝ મુંબઈએ લીધી છે. ત્યારબાદ આ બાબતે બેન્ક મેનેજર વાસુદેવ અને ભોજાણી બંધુઓ ઉપર કેસ થયો હતો. જેમાં અન્ય 16 જેટલા લોકોના નામે પણ દસ્તાવેજ લઇ તેમના નામે કુલ્લે રૂ.2.27 કરોડ રકમ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે હેમંત ટંડેલ, ભોજાણી બંધુઓની અટક કરી હતી.

જેમાં મેનેજર વાસુદેવ ફરાર હતો. જેની અટક એલસીબી પોલીસે કાંદિવલી ક્રાઇમ યુનિટ-11 મુંબઈ મહારાષ્ટ્રને બાતમી હકીકતની જાણ કરી પોલીસની મદદ લઇ તેમની મુંબઈ ખાતેથી અટક કરવામાં સફળતા મળી હતી. તપાસ ટાઉન પોલીસ કરી રહી છે. આરાેપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હાેવાનું પીઅેસઆઇ ડી.આર. પઢેરીયાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો