કોરોના સંક્રમણ:ડાંગમાં સપ્ટેમ્બર મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ

આહવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોટિયામાળ ગામનો યુવાન પોઝિટિવ

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાય મહિનાઓ બાદ પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં આવેલ ગોટિયામાળ ગામનો યુવાન પોઝિટિવ નોંધાયો હતો. કોરોના પોઝિટિવ યુવાનની હિસ્ટ્રી મહારાષ્ટ્ર રાજ્યની છે. ડાંગ જિલ્લામાં 12-09-2020નાં રોજ છેલ્લો કોરોનાનો કેસ નોંધાયો હતો.ત્યારબાદ ડાંગ જિલ્લો છેલ્લા કેટલાય સમયથી કોરોનામુક્ત રહ્યો હતો.

હાલમાં દેશ સહિત રાજ્યમાં કોરોના સહિત ઓમિક્રોનનાં કેસો વધી રહ્યા છે તેવામાં મંગળવારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ અને સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં આવેલ ગોટીયામાળ ગામનો 31 વર્ષીય યુવાનનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ગોટિયામાળનો 31 વર્ષીય યુવાન સાપુતારાથી પાંચ કિલોમીટરનાં અંતરે આવેલ મહારાષ્ટ્રનાં હથગઢ ગામે આવેલ મહિન્દ્રા કલબમાં કામ કરતો હતો. આ યુવાને મંગળવારે શામગહાન સીએચસીમા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસો બાદ પ્રથમ કોરોનાનો કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...