તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 149 કેસ, 1 મોત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 115 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામા આવ્યા

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં નવા 149 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 5304 પર પહોંચી ચૂક્યો છે. બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 115 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધી 3916 દર્દીઓને રજા મળી છે.

આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.

તેથી કુલ મૃત્યુ આંક 129 પર પહોંચ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 1259 છે. શહેરના વેપારીઓની માંગ છે કે તેમને સવારે 6 થી બપોર 2 વાગ્યા સુધી વેપાર કરવાની પરમિશન આપવામાં આવે. જેથી આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે તેમાં ક્યાંક રાહત મળે. અત્યાર સુધી આ મામલે કલેકટર કચેરીમાંથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી હાલમાં 19 જરૂરી વ્યવસાય જ કાર્યરત છે. અને રાત્રી કરફ્યૂ પણ યથાવત રહેવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...