તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત,આજે 129 નવા કેસ, 6 મોત

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી શહેરમાં એક અઠવાડિયા માટે રાત્રિ કફર્યૂ લંબાવાયો

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં નવા 129 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 5433 પર પહોંચી ચૂક્યો છે. બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 144 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

અત્યાર સુધી 4060 દર્દીઓને રજા મળી છે. આજે કોરોનાથી 6 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે તેથી કુલ મૃત્યુ આંક 135 પર પહોંચ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 1238 છે.રાજ્ય સરકારે 18 મી મેં સુધી રાત્રી કરફ્યુ લબાવ્યું છે જેથી રાત્રીના 8 વાગ્યા બાદ બહાર આવનાર લોકોને દંડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...