તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં વેકસીનેશન:નવસારીની સબ જેલમાં સજા કાપતા 335 કેદીઓને કોરોના વેક્સિન આપવામાં આવી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ તમામ કેદીઓને એક દિવસમાં કોરોના વેક્સિન આપી

નવસારી જિલ્લા કલેક્ટર આદ્રા અગ્રવાલ જિલ્લા સબજેલની રૂટિન મિટિંગમાં હાજર રહ્યા હતા જેમાં જેલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા સજા કાપતા કેદીઓને વેક્સિન મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ કલેક્ટરે તુરંત આરોગ્ય વિભાગનો સંપર્ક કરી એક દિવસમાં સમગ્ર વેક્સિનેશનનો કાર્યક્રમ પૂર્ણ કરવા આદેશ કરતા આજે નવસારી સબજેલમાં વિવિધ ગુનાઓમાં સજા કાપી રહેલા 335 કેદીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

નવસારી જિલ્લામાં સજા કાપતા કેદીઓને તેમના સ્વજનો જે જેલમાં અવારનવાર મળવા આવે છે. તેમના દ્વારા સંક્રમણ ફેલાવવાની શક્યતા રહેલી છે તેને જોતા તંત્રએ તમામ કેદીઓને એક દિવસમાં કોરોના વેક્સિન આપીને રક્ષિત કર્યા છે. જેમાં તમામ કેદીઓને બેરેક પ્રમાણે બોલાવવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે

આરોગ્યની ટીમે જેલની અંદર કોરોના વેક્સિન મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરીને સાંજ સુધી તમામને વ્યક્તિના આપીને રક્ષિત કરશે.