તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરિયાળમાં અભિયાન:આદિવાસી વિસ્તાર ડાંગમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનનો પ્રારંભ, ઘરે ઘરે જઈને લોકોને સુરક્ષિત કરાઈ રહ્યા છે

નવસારીએક મહિનો પહેલા
ઘરે ઘરે જઇને કોરોના વેક્સિન અપાઇ
 • જિલ્લામાં મોટા ભાગના લોકો આરોગ્ય કેન્દ્રમાં ન જતા હોવાથી ઘરે ઘરે જઇને અપાઇ રહી છે વેક્સિન

કોરોના વાયરસને જડમુળમાંથી નાબુદ કરવા માટે દેશ આખો ઝઝૂમી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકટ પરિસ્થિતિમાથી માર્ગ કાઢવા માટે પ્રશાસનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સહીત સામાજિક અગ્રણીઓ આગળ આવી રહ્યા છે. જ્યારે આજે આદિવાસી વિસ્તાર ડાંગમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનની કામગીરીનો પ્રારંભ કરાયો છે, જેમા ઘરે જઈને લોકોને રક્ષિત કરાઈ રહ્યા છે.

'સર્વે ભવન્તુ સુખીન: સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચીત્દુખ; ભાગ્યભેત'

સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી શુભભાવના દર્શાવતા આ વૈદિક મંત્રને આત્મસાત કરીને આ મહાઅભિયાનની કમાન સંભાળી આપણા આરોગ્ય સેનાનીઓએ. જેમનો સાથ પોલીસ ફોર્સ, સફાઈ કામદાર જેવા સમર્પિત વ્યવસાયકારોએ બખૂબી નિભાવ્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, સામાજિક સંગઠનો વિશેષ કરીને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત તબીબી સમુદાય આ કોરોનાના દૈત્ય સામે જંગ છેડ્યો છે.

ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં મોટા ભાગના લોકો એવા છે જે આરોગ્ય કેન્દ્રમાં જતા નથી. ત્યારે આરોગ્ય વિભાગ પોતે આવા લોકો સુધી ઘરે ઘરે જઈને રસીકરણ અભિયાન પૂર્ણ કરવાની કામગીરી કરે છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકા આરોગ્ય કેન્ડરથી 15 કિલોમીટર દૂર આવેલ પિંપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતરંગ આવતા ગામો નડગખાડી, વાવડ, દાવદહડ અને ધુલચોન્ડ સહિતના અંતરિયાળ ગામોમાં આ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે પહોંચીને લોકોને કોરોના સામેની રસી આપી રક્ષણ આપી રહ્યા છે.

સરકારના કોરોના મુક્ત ભારત અભિયાનને સફળ બનવવા આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે ત્યારે ડાંગ જિલ્લા આરોગ્ય વીભાગે જિલ્લામાં ચાલતા આ ઘર ઘર રસીકરણ કામગીરીથી 60થી વધુ વય ધરવાતા સિનિયર સીટીઝન લાભાર્થીઓનું રસીકરણ 50 ટકા જેટલું પૂર્ણ કરી સમગ્ર રાજ્યમાં દાખલ રૂપ કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો