તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારીમાં એક જ દિવસમાં સૌથી વધુ 75 કેસ, સરકારી ચોપડે 4 મહિને 1 જ મૃત્યુ, સ્મશાનમાં 174 ને અગ્નિદાહ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ હોસ્પિટલમાં 375 એક્ટિવ કેસ છે
 • જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા પ્રયાસ છતાં અત્યાર સુધીમાં સૌથી મોટો આંક બહાર આવતા તંત્ર પણ ધ્રૂજી ઉઠ્યું
 • 75 પૈકી 90 ટકા પોઝીટીવ યુવાનો 25થી 42 વર્ષના, જિલ્લામાં ગુરુવારે 2355 સેમ્પલ લેવાયા, એક્ટિવ કેસ 375, કુલ રિકવર 1706

નવસારી જિલ્લામાં આ વર્ષનો સૌથી મોટો કોરોનાનો આંક 75 આવતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. જેમાં બુધવારે દરેક તાલુકાઓ માંથી લીધેલા 2275 સેમ્પલ પૈકી 75 લોકો કોરોના પોઝીટિવ આવતાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ અટકે તેવા પગલાં લઈ રહ્યા છે. નવસારીમાં એપ્રિલ માસની 15 તારીખે રેકોર્ડ બ્રેક 75 કોરોના સાથે વાંસદામાં ઘરે સારવાર લેતા એક મહિલાનું પણ મોત કોરોનાના કારણે થયું હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 375 થઈ છે.

જિલ્લામાં કોરોનાના કેસોમાં દરરોજ નવા રેકોર્ડ બ્રેક પોઝીટીવના આંક આવી રહ્યા છે. જેમાં 15મી એપ્રિલે નવસારીના ઇતિહાસમાં સૌથી વધુ આંક 75 પોઝીટીવ કેસો આવ્યા હતા. જેમાં નવસારી જિલ્લાના બધા જ તાલુકાઓમાં દર્દીઓ પોઝીટીવ આવવાની ઘટના પહેલીવાર બની છે. જેમાં આરોગ્ય વિભાગ ખાતેથી મળતી માહિતી મુજબ નવસારીમાં 11, જલાલપોરમાં 12, ગણદેવીમાં 20, ચીખલીમાં 9, ખેરગામમાં 12 અને વાસદામાં 8 કેસો નોંધાયા હતા. જિલ્લામાં આવેલા 75 પૈકી 90 ટકા પોઝીટીવ યુવાનો 25થી 42 વર્ષની વય ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.

નવસારી જિલ્લામાં 75 પોઝીટીવ કેસોની સાથે કુલ આંક 2184 થયો છે. જ્યારે આજે 17ને રજા આપવામાં આવતા સારા થયેલા દર્દીઓની સંખ્યા 1706 થયો હતો. નવસારીમાં ગુરુવારે પણ 2355 જિલ્લામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની સાથે કોરોનાના કુલ સેમ્પલની સંખ્યા 1,92,098 થવા પામી છે. જેમાંથી 1,87,559 સેમ્પલ નેગેટિવ આવ્યા હોવાની માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ડિસેમ્બર, 2020 દરમિયાન મૃતાંક 102 થયા બાદ ચાર મહિને તેમાં એક મોતનો વધારો થયો છે. જોકે, તે માત્ર સરકારી ચોપડે નોંધાયો છે. જ્યારે સ્માશનમાં આ દરમિયાન 174 કોરોના દર્દીને અગ્નિદાહ અપાયા છે.

નવસારીમાં તંત્રને બોધપાઠ થયો, આજે વધુ એક મોત નોંધાયું
નવસારી જિલ્લામાં વાંસદા ખાતે એક મહિલાનું હોમ આઇસોલેશન દરમિયાન સારવાર દરમ્યાન મોત થયાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લે 11મી ડિસેમ્બર 2020ના રોજ મોતનો આંક નોંધાતા 102 મૃતાંક હતો. જે ચાર માસ બાદ અને વર્ષ 2021માં પહેલું મોત વાંસદામાં નોંધાયું હોવાની માહિતી મળી છે.

નવસારીના ધારાસભ્યએ તમામ હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરી
નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ તથા શહેર પ્રમુખ પરેશભાઈ કાસુન્દ્રા સહિતનાઓએ વહીવટી તંત્ર સાથે સંકલનથી ઓક્સિજનની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન હાથ ધર્યું હતું. જેમાં સુરતના પલસાણા ખાતે આવેલા ઓક્સિજન પ્લાન્ટથી વધુ ઓક્સીજન મળી રહે એ માટે ધારાસભ્ય પિયુષ દેસાઈએ પ્લાન્ટની વિઝિટ લીધી હતી.

આ સાથે 20 ટન જેટલો ઓક્સિજનનો જથ્થો નવસારીને મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરાવી હતી. 20 ટન ઓક્સિજન એટલે 2500 બાટલા ઓક્સિજન થાય છે. આ સરહનીય પ્રયાસથી નવસારીના કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન મુદ્દે મોટી રાહત મળશે. આ જથ્થો સિવિલ હોસ્પિટલ સિવાયની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડાય એવી વ્યવસ્થા ગોઠવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો