કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણના ઘટાડો યથાવત, આજે 28 કેસ, 3 મોત

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 59 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર તબક્કાવાર ઓછો થયો હોય તેમ કેસના આંકડાઓ પરથી ફલિત થયું છે. આજે જિલ્લામાં નવા 28 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 6919 પર પહોંચી ચૂક્યો છે. બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 59 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. અને જિલ્લામાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આંશિક અનલોક અમલમાં આવ્યું છે. અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ 6298 દર્દીઓને રજા મળી છે. આજે કોરોનાથી ત્રણ દર્દીના મોત નોંધાયા છે. તેમજ જિલ્લાનો કુલ મૃત્યુ આંક 183 પર પહોંચ્યો છે. તથા જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 435 છે.

અન્ય સમાચારો પણ છે...