તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણના ઘટાડો યથાવત, આજે નવા 15 કેસ સામે 29 દર્દી સ્વસ્થ થયા

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 161 થઈ

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર તબક્કાવાર ઓછો થયો હોય તેમ કેસના આંકડાઓ પરથી ફલિત થયું છે. આજે જિલ્લામાં નવા 13 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 7027 પર પહોંચી ચૂક્યો છે. બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 29 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. અને જિલ્લામાં રિકવરી રેટ ઝડપી રીતે વધી રહ્યો છે. જેથી આગામી સમયમાં વેપાર-ધંધા નો સમય વધી શકે છે અને નાઈટ કરફ્યુ પણ દૂર થઇ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ 6676 દર્દીઓને રજા મળી છે. આજે કોરોનાથી સુખદ કહી શકાય તેમ એકપણ દર્દીનું મોત નોંધાયુ નથી તેમજ જિલ્લાનો કુલ મૃત્યુ આંક 189 પર પહોંચ્યો છે. તથા જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 162 છે.

અન્ય સમાચારો પણ છે...