તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, આજે નવા 16 કેસ સામે 46 દર્દી સ્વસ્થ થયા

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 178

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાયો યથાવત છે. આજે જિલ્લામાં 16 કેસ નોંધાતા અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 7 હજાર 14 પર પહોંચી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 46 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 6 હજાર 647 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ નોંધાયું ન હતું. અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુની સંખ્યા 189 છે. નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 77 હજાર 716 સેમ્પલ લેવામા આવ્યા છે.

નવસારી જિલ્લામાં કોરોનાના કેસની સાથે હાલ મ્યુકરમાઈકોસિસના એકલ દોકલ કેસ પણ નોંધાઈ રહ્યા છે.આજ રોજ નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં મ્યુકોરમાઇકોસીસનો એક શંકાસ્પદ કેસ નોધાયેલ છે જેને વધુ સારવાર અર્થે વલસાડ સીવીલ મા રીફર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...