તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણના ઘટાડો યથાવત, આજે 17 નવા કેસ સાથે 2 મોત

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 67 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર તબક્કાવાર ઓછો થયો હોય તેમ કેસના આંકડાઓ પરથી ફલિત થયું છે. આજે જિલ્લામાં નવા 17 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 6971 પર પહોંચી ચૂક્યો છે. જિલ્લાનો કુલ મૃત્યુ આંક 187 પર પહોંચ્યોબીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 67 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. અને જિલ્લામાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આંશિક અનલોકના સમયમાં આજથી વધારો થયો છે. આ નિર્ણયથી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ 6486 દર્દીઓને રજા મળી છે. આજે કોરોનાથી બે દર્દીઓના મોત નોંધાયા છે. તેમજ જિલ્લાનો કુલ મૃત્યુ આંક 187 પર પહોંચ્યો છે. તથા જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 298 છે.

અન્ય સમાચારો પણ છે...