નવસારી કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાહત, આજે નવા 69 કેસ નોંધાયા, 46 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1થી 10મી જાન્યુઆરી દરમિયાન કોરોનાના કુલ 458 કેસ આવ્યા

નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. જોકે, ગઈકાલની સરખામણીમાં આજે કેસમાં ઘટાડો થયો છે. ગઈકાલે આવેલા 107 કેસની સામે આજે રાહતરૂપ કહી શકાય એમ 69 જેટલા કેસો નોંધાયા છે. તેની સામે 46 દર્દીઓએ સાજા થતા રજા લીધી છે. જિલ્લામાં એક્ટિવ કેસ 418 થયા છે. ત્યારે જિલ્લામાં તકેદારીએ જ કોરોના સામે સૌથી મોટું રક્ષણ છે તેમ વહીવટીતંત્રએ જાગૃતિ અભિયાન સ્વરૂપે કહ્યુ છે. જિલ્લા વહીવટી તંત્રે કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર બનાવવાની દિશામાં પ્રથમ ડગલું ભર્યુ છે. 17 સેન્ટર આઈડેન્ટિફાય થયા છે, જેમાં સ્ત્રી અને પુરુષ મળીને 340ને સારવાર મળી શકશે.

નવસારીમાં જિલ્લામાં એક વર્ષ બાદ કોરોનાં કેસોમાં વધારો થઈ ગઈકાલે 107 કેસ એક જ દિવસે નોંધાતા આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું છે. નવસારીમાં કોરોનાના કેસો વધતા નિવાસી કલેકટર દ્વારા આવનાર દિવસોમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર બાબતે કઈ સુવિધા છે તેનો તાગ મેળવ્યો હતો. 1થી 10મી જાન્યુઆરી દરમિયાન કોરોનાના કુલ 458 કેસ આવ્યા હતા.

જિલ્લામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત નવા વર્ષના પ્રથમ સપ્તાહથી જ થઈ હતી. જેમાં એકસાથે 45થી વધુ કેસ આવવાની સાથે બે-ત્રણ દિવસથી 70ની ઉપર કેસ નોંધાયા હતા. 10મી જાન્યુઆરીએ આરોગ્યતંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવતા સોમવારે 107 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. 100થી વધુ કેસ આવવાની સાથે જ નિવાસી કલેકટર ખાનગી હોસ્પિટલમાં દોડી આવીને કોરોનાના દર્દીઓની સારવાર અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 14મી મે 2020ના રોજ 128 કેસ આવ્યા બાદ 2022માં 239 દિવસ પછી પહેલીવાર 107 કેસ નોંધાયા હતા.

સિવિલનો સ્ટાફ 10થી 15 ટકા સંક્રમિત
નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરતા સ્ટાફ પૈકી 10 ટકા સંક્રમિત હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. જોકે, બિમાર પડેલા સ્ટાફનો કોવિડ ટેસ્ટ હંમેશા નેગેટિવ આવતો હોવાની ફરિયાદ પણ સ્ટાફે કરી હતી.

શરદી-ખાંસી અને તાવના દરરોજ 60થી વધુ કેસ, તમામના ટેસ્ટ થઇ રહ્યા છે
નવસારીમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી 700થી વધુ દર્દી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યાં છે. એમાં શરદી અને ખાંસીવાળા દરરોજ 50 દર્દી આવતા સૌપ્રથમ તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. ઉપરાંત તાવના પણ દરરોજ 10 દર્દી આવી રહ્યા છે. આ તમામ દર્દીઓને પહેલા લેબોરેટરી ટેસ્ટ કર્યા પછી જ દવા અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...