તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:નવસારી શહેરમાં કોરોના બેકાબૂ બન્યો, આજે 18 કેસ કોરોના પોઝિટિવના આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજ દિન સુધી જિલ્લામાં કુલ 1,737 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા અત્યાર સુધી નવસારી જિલ્લામાં 102 વ્યક્તિઓના મોત થયા

હાલમાં જ્યારે આરોગ્ય તંત્રના અનેક પ્રયત્નો કરવા છતાં પણ કોરોના સંક્રમણ નવસારી જિલ્લામાં અટકવાનું નામ લેતું નથી. દિવસેને દિવસે બે આંકમાં કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. આજરોજ કોરોનાના 18 કેસ પોઝિટિવ આવતા તંત્ર આ મામલે વધુ સક્રિય બનીને તેને ડામવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.આજ દિન સુધી જિલ્લામાં કુલ 1,737 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. તથા કુલ એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 96 છે. તેમજ 1,539 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોનાથી આજદિન સુધી જિલ્લામાં 102 વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે હવે જ્યારે આગામી સમયમાં દાંડી યાત્રા નવસારીમાં પ્રવેશ કરવાની છે. ત્યારે મોટી સંખ્યામાં કેન્દ્રિય મિનિસ્ટરો અને ઉપરાષ્ટ્રપતિ પણ જિલ્લામાં હાજર રહેશે. ત્યારે કોરોના સંક્રમણ કાબૂમાં રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો