તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે નોંધાયા ફક્ત 7 કેસ, 9 દિવસથી એકપણ મોત નહીં

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 12 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર તબક્કાવાર ઓછો થયો હોય તેમ કેસના આંકડાઓ પરથી ફલિત થયું છે. આજે જિલ્લામાં નવા 7 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 7109 પર પહોંચી ચૂક્યો છે. બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 12 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે અને જિલ્લામાં રિકવરી રેટ ઝડપી રીતે વધી રહ્યો છે. જેથી આગામી સમયમાં વેપાર-ધંધા ફૂલ ટાઈમ શરૂ રહી શકે તેવી સંભાવના જોવાઇ રહી છે અને નાઈટ કરફ્યુ પણ દૂર થઇ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ 6827 દર્દીઓને રજા મળી છે. આજે કોરોનાથી સુખદ કહી શકાય તેમ સતત 9માં દિવસે એકપણ દર્દીનું મોત નોંધાયુ નથી. તેમજ જિલ્લાનો કુલ મૃત્યુ આંક 189 પર પહોંચ્યો છે. તથા જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 93 છે.

અન્ય સમાચારો પણ છે...