નવસારીમાં જિલ્લામાં એક વર્ષ બાદ કોરોનાં કેસોમાં વધારો થઈ 107 કેસ એક જ દિવસે નોંધાતા આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું છે. નવસારીમાં કોરોનાના કેસો વધતા નિવાસી કલેકટર દ્વારા આવનાર દિવસોમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર બાબતે કઈ સુવિધા છે તેનો તાગ મેળવ્યો હતો. 1થી 10મી જાન્યુઆરી દરમિયાન કોરોનાના કુલ 458 કેસ આવ્યા હતા.જિલ્લામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત નવા વર્ષના પ્રથમ સપ્તાહથી જ થઈ હતી. જેમાં એકસાથે 45થી વધુ કેસ આવવાની સાથે બે-ત્રણ દિવસથી 70ની ઉપર કેસ નોંધાયા હતા.
10મી જાન્યુઆરીએ આરોગ્યતંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવતા સોમવારે 107 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. 100થી વધુ કેસ આવવાની સાથે જ નિવાસી કલેકટર ખાનગી હોસ્પિટલમાં દોડી આવીને કોરોનાના દર્દીઓની સારવાર અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 14મી મે 2020ના રોજ 128 કેસ આવ્યા બાદ 2022માં 239 દિવસ પછી પહેલીવાર 107 કેસ નોંાધયા હતા.
સોમવારે નોંધાયેલા કુલ કેસો
નવસારી જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 107 નોંધાઇ છે. જેમાં નવસારી તાલુકામાં 43, જલાલપોર 19, ગણદેવીમાં 24, ચીખલીમાં 12, ખેરગામમાં 4 અને વાંસદા તાલુકામાં 5 કેસ નોંધાયા હતા. 14 જેટલા જિલ્લામાં વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા હતા.
જાન્યુઆરીના પ્રથમ 10 દિવસમાં 458 કેસ | |
તારીખ | નોંધાયેલા કેસ |
1-1-2022 | 10 |
2-1-2022 | 21 |
3-1-2022 | 16 |
4-1-2022 | 18 |
5-1-2022 | 47 |
6-1-2022 | 46 |
7-1-2022 | 49 |
8-1-2022 | 71 |
9-1-2022 | 73 |
10-1-2022 | 107 |
કુલ | 458 |
સિવિલનો સ્ટાફ 10થી 15 ટકા સંક્રમિત
નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરતા સ્ટાફ પૈકી 10 ટકા સંક્રમિત હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. જોકે બિમાર પડેલા સ્ટાફનો કોવિડ ટેસ્ટ હંમેશા નેગેટિવ આવતો હોવાની ફરિયાદ પણ સ્ટાફે કરી હતી.
શરદી-ખાંસી અને તાવના દરરોજ 60થી વધુ કેસ, તમામના ટેસ્ટ થઇ રહ્યા છે
નવસારીમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી 700થી વધુ દર્દી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યાં છે. એમાં શરદી અને ખાંસીવાળા દરરોજ 50 દર્દી આવતા સૌપ્રથમ તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. ઉપરાંત તાવના પણ દરરોજ 10 દર્દી આવી રહ્યા છે. આ તમામ દર્દીઓને પહેલા લેબોરેટરી ટેસ્ટ કર્યા પછી જ દવા અપાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.