તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારીમાં વધુ 18 પોઝિટિવ, 17 ક્વોરન્ટાઈન સેન્ટર ઉભા કરાયા; યુકેથી આવેલા 38ના સેમ્પલ લેવાયા, 3 દર્દી રિકવર

નવસારી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા 77 પર પહોંચી
 • કોરોનાના દર્દી માટે સિવિલ હોસ્પિટલમાં 175 બેડની વ્યવસ્થા રાખવામાં આવી

નવસારી જિલ્લામાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યું છે. શુક્રવારે એક જ દિવસમાં 18 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે 3 દર્દી સાજા થયા હતા. એ સાથે જ જિલ્લામાં દર્દીનો કુલ આંક 1737 પર પહોંચી ગયો છે. જ્યારે 96 દર્દી અલગ અલગ હોસ્પિટલ અને હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. શનિવારે વધુ 1407 સેમ્પલ લેવાયા હતા. નવસારી જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં સૌથી વધુ કેસ શુક્રવારે નોંધાયા હતા. 27મી માર્ચે જિલ્લામાં 10 કેસ, 28મીએ 13, 29મીએ કેસ ઘટીને 1, 30મીએ ફરીથી 10 અને 31મીએ 17 કેસ નોંધાયા હતા. જ્યારે 1લી એપ્રિલે 8 અને 2જીને શુક્રવારે 18 કેસ નોંધાયા હતા.

નવસારી જિલ્લામાં શુક્રવારે નવસારીમાંથી 380, જલાલપોરમાં 251, ગણદેવીમાંથી 224, ચીખલીથી 219, ખેરગામથી 84 અને વાંસદાથી 249 સેમ્પલ લેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં યુકેથી આવેલા 38 જણાંના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અન્ય દેશમાંથી 49 જણાં આવ્યા છે. યુકેથી આવેલા 38 જણાંનો હોમ ક્વોરન્ટાઈનનો સમય પૂર્ણ થતા તંત્રએ રાહત અનુભવી હતી. જિલ્લામાં સરકારી અને ખાનગી મળી કુલ 17 ક્વોરન્ટાઈન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધતા જતા કેસોને લઈ નવસારી આરોગ્ય વિભાગ સાબદુ બન્યું છે.

કોરોનાની ચપેટમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આવ્યા
​​​​​​​
નવસારી જિલ્લામાં દિવસે દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી છે. કોરોનાની ચપેટમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આવતા, શિક્ષણ જગત પણ ચિંતિત બન્યુ છે. બીજી તરફ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વધતા કેસોને કારણે નવસારી થોડા દિવસોમાં જ કોરોનાની સદી ફટકારે એવી સ્થિતિ બની છે. નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ મળી કુલ 17 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે.

કૃષિ યુનિવર્સિટી ખાતે કોવીડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવશે
​​​​​​​
જેમાં નવસારીમાં 6, જલાલપોરમાં 6, ચીખલીમાં 3 તેમજ ગણદેવી અને ખેરગામમાં 1-1 કેસો નોંધાયા હતા. જેની સાથે જ જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 77 પર પહોંચી છે. કોરોનાના વધતા કેસોને જોતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 175 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેની સાથે જ આગામી 7 એપ્રિલથી કૃષિ યુનિવર્સિટી ખાતે કોવીડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. જ્યારે તંત્રએ રેપીડ ટેસ્ટની સંખ્યા પણ વધારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો