તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:રાજ્યમાં કોરોનાના કેસ વધે છે, નવસારીમાં કેસ ઘટી રહ્યા છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 5 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1079 થઇ
  • છેલ્લા 3 દિવસથી રોજ માત્ર 5 થી 6 જ કેસ નોંધાયા છે

હાલ દેશમાં સમગ્રતઃ કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યાં એથી ઊલટું અહીંના નવસારી જિલ્લામાં કેસોમાં ભારે ઘટાડો થઈ રોજ 5-6 કેસ જ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. હાલ દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને કેસની સંખ્યાના રેકર્ડ પણ તૂટી રહ્યા છે. 1 લાખની નજીક કેસ નોંધાઈ રહ્યા છે અને ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે.

જોકે અહીંના નવસારી જિલ્લામાં તો એથી વિપરીત સ્થિતિ જોવા મળી છે, અહીં તો કેસ વધવા યા તેટલા જ રહેવાની જગ્યાએ છેલ્લા 3 દિવસથી ખૂબ જ ઘટી ગયા છે. સરકારી ચોપડે 16મીએ 5, 17મીએ 6 અને 18મીને શુક્રવારે પણ જિલ્લામાં માત્ર 5 જ કેસ નોંધાયા હતા. 3 દિવસ અગાઉ 10ની આસપાસ કેસ રોજ નોંધાતા હતા, તેની સામે અડધા જ કેસ નોંધાઈ રહ્યા છે એમ કહી શકાય.

શુક્રવારે જે 5 કેસ બહાર આવ્યા તેમાં નવસારીમાં 3 કેસ હતા. નવસારીના તુલસીવન, ધારાગીરી અને કબીલપોરમાં કેસ નોંધાયા હતા.શઆ ઉપરાંત બોરસી દીવાદાંડી અને વાંસદામાં પણ એક-એક કેસ નોંધાયા હતા. નવા 5 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1079 થયા હતા. શુક્રવારે વધુ મૃત્યુ ન નોંધાતા કોરોનાના દર્દીનો મૃત્યુઆંક 98 જ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો