તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ માથું ઊંચક્યું:16 દિવસ બાદ નવસારી જિલ્લામાં કોરોના કેસ નોંધાયો, કેસ ન વધે તે માટે તકેદારી રાખવી જરૂરી

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28મી ઓગસ્ટના રોજ જિલ્લો પ્રથમ વખત કોરોના મુક્ત થયો હતો

28મી ઓગસ્ટે જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો. જોકે 16 દિવસ બાદ ફરિવાર જિલ્લામાં એક એક્ટિવ કેસ નોંધાયો છે. કુલ પોઝિટિવ કેસ 7184 જેટલા નોંધાયા છે,ત્યારે ફરિવાર કેસ ન વધે તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જિલ્લામાં ઝડપી વેક્સિનેશનજિલ્લામાં અત્યાર સુધી 74 જેટલા ગામડાઓ 100% વેક્સિનેશન થયું છે, ત્યારે ઝડપી બનેલી વેક્સિન ની કામગીરી પણ જિલ્લાને કોરોના મુક્ત રાખવામાં મદદરૂપ કર્યું છે. બે દિવસમાં નવસારી જિલ્લામાં ૩૦ હજાર જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા છે, ત્યારે જિલ્લામાં આજે ફરી એકવાર કોરોના કેસ નોંધાતા શહેરીજનોએ તમામ નિયમોનું પાલન કડકાઈથી કરવું જોઈએ એવી અપેક્ષા સરકાર રાખી રહી છે.હાલમાં કોરોનાને લઈને ભારત અને રાજ્ય સરકારમાં સ્થિતિ સ્થિર રહેવા પામી છે, ત્યારે જિલ્લા કક્ષાએ કેસની સંખ્યા નિયંત્રિત રહે તો જ મળેલી છૂટછાટ યથાવત રહી શકશે હાલમાં ગણેશ મહોત્સવ, નવરાત્રી,દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ ન થાય અને લોકો મોટી સંખ્યામાં એક જગ્યાએ ભેગા ન થાય તેને લઈને પણ જાહેરનામા પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક કક્ષાએ કેસ ન વધે તેની જવાબદારી શહેરીજનોને માથે હજુ બની રહી છે. જિલ્લામાં ત્રીજી લહેરની અસર ન હોવાથી હાશકારોબીજી લહેર શાંત થયા બાદ આગામી દિવસોમાં ત્રીજી લહેરાવવાની પણ આગાહી કરાઇ હતી અને તેને પહોંચી વળવા આરોગ્યતંત્રએ હોસ્પિટલ બેડ વગેરેનું આયોજન પણ કર્યું છે. હાલ સુધીમાં નવસારી જિલ્લામાં કેસો વધવાંના અને ત્રીજી લહેરની કોઇ અસર ન હોવાથી હાશકારો છે. છેલ્લા અનેક દિવસોથી નવસારી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા શૂન્ય રહી હતી આજે એક એક્ટિવ કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...