તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:નવસારી સિવિલમાં 1 વર્ષથી અનેક મૃતદેહને કીટમાં પેક કરનારા 4 સફાઇ કર્મીને કોરોના પણ કરે છે દૂરથી સલામ

નવસારી11 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
 • કૉપી લિંક
 • હૃદય પર પથ્થર મૂકી મૃત્યુ પામેલા દર્દીને કફનના બદલે કીટ ઓઢાડીએ છીએ, સ્વજનોના હૈયાફાટ રૂદનથી આંખો ભીંજાય છે
 • કોવિડ ઉપરાંત સામાન્ય દર્દીનું મૃત્યુ થાય તો પણ આ યુવાનો સ્મશાન સુધીની પોતાની તમામ કામગીરી કરવાનું ચૂકતાં નથી

કોઈનું મૃત્યુ થાય ત્યારે દુઃખ તેમના સ્વજનો ને થાય છે, પણ તેમને રડતા જોઈને અમારું દિલ પણ ભરાઈ આવે છે. મન રડું રડુ થાય છે, પણ દિલ પર પથ્થર મૂકવું પડે છે. નજીકનું હોય ત્યારે આંખમાંથી આંસુ પડી જાય છે. અમે જ્યારે સ્વજનોને લાશ આપીએ છીએ ત્યારે અમને પણ દુઃખ થાય છે પણ શું કરીએ? અમે અમારી ફરજ બજાવીએ છીએ. કોઈનું મોત થાય અને અમને તબીબો કહે એટલે અમારે કોવિડ કે નોન કોવિડ દર્દીના મૃતદેહને યોગ્ય રીતે પેક કરી તેમના સ્વજનો ને આપીએ છીએ.

ઉપરોક્ત શબ્દ નવસારી સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારી મનોજભાઈ રાઠોડના છે. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોટર્મ વિભાગમાં સ્વીપર તરીકે ફરજ બજાવ્યા બાદ કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી ત્યારે મનોજભાઈ રાઠોડ અને ધવલભાઈ નામના સ્વીપરને કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ સોંપાઇ હતી.

કોરોના મહામારીમાં પહેલા માસ બાદ જિલ્લામાં એક માત્ર સિવિલ હોસ્પિટલ જ કોવિડ 19 હોસ્પિટલ હતી. નવસારીમાં કોરોના મહામારી શરૂ થયાને હમણાં સુધી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ કે અન્ય રોગના દર્દીઓનું મોત થાય ત્યારબાદ મૃતકના સગા-સંબંધીઓને મૃતદેહને યોગ્ય પ્રક્રિયા કર્યાં બાદ સોંપવાની કામગીરી સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4માં ફરજ બજાવતા મનોજભાઈ અને ધવલભાઈ સાથે વિરલ ભીખુભાઇ રાઠોડ અને કમલ સુમનભાઈ હળપતિ મળી ચાર યુવાનો કરી રહ્યા છે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીમાં જેમના સગા-સંબંધીઓનું કોરોના અથવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર દરમ્યાન મોત થતા સરકારી ચોપડે મૃત્યુની નોંધ થઈ હોય ત્યાર બાદ સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓની ફરજ શરૂ થાય છે. કોવિડ 19ના કેસમાં મૃતદેહને યોગ્ય રીતે પેક કરવો જેનાથી તેમના સ્વજનોને કોરોનાનો ચેપ ન લાગે તેનું વિશેષ ધ્યાન રાખવા સાથે પ્લાસ્ટિકની કોથળીમાં આ મૃતદેહને મુકવાની કપરી કામગીરી આ યુવાનો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી કોવિડ 19 સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓ જે સતત સેવાકાર્ય કરી રહ્યા છે. તેમને હજુ સુધી કોરોનાની મહામારી અડી પણ શકી ન હતી. જો કે સેવાકીય કાર્ય પોઝીટીવ મને કરતા હોય કોરોનાનો મહારોગ પણ તેમને અડી શક્યો નથી.

જેમના સ્વજન ન હોય તેવા મૃતકને મોક્ષધામે લઇ જવાનો અનોખો સેવાયજ્ઞ
કોરોના મહામારી ના કારણે જેમનું પણ મોત થાય તેના સ્વજનો સીધા સિવિલ હોસ્પિટલમાં આવે છે અને દૂરથી જ પુષ્પ વંદના કરી ત્યાંથી જતા રહેતા હોવાના કિસ્સાઓ ઘણા બન્યા છે. અગ્નિદાહ માટે કોઈ ઉભું રહેતું નથી અને જ્યારે કોરોના દર્દીઓના મૃતદેહને કોઈ અડકવા માગતું ન હોય અને જેમની સાથે સ્વજનો કોઈ ન હોય ત્યારે આ વર્ગ 4 ના કર્મીઓ અંતિમ વાહીનીમાં બેસી જઈ મોક્ષધામ સુધી જઇને અંતિમવિધિ પણ આ યુવાનો દરરોજ કરી રહ્યા છે.

ફરજ કરતાં વધુ સમય ફાળવે છે
નવસારી સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ નો સમય નિયમ મુજબ સવારે 8 થી 2 વાગ્યા સુધી નો હોય છે.આ સમયગાળા દરમ્યાન તેઓ ફરજ બજાવે છે પણ હાલના કોરોના મહામારી માં તેઓ સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ફરજ બજાવી રહ્યા છે.કારણ માત્ર એક જ ફરજ અને તે પણ લોકોની સેવા.

અમે કોવિડમાં જરૂરી તમામ સાવચેતી રાખી કામગીરી કરીએ છીએ
છેલ્લા એક વર્ષથી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ અને શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓનું મોત થાય છે, ત્યારે તબીબો અમને સૂચના આપે તે મુજબ કોવિડના દર્દીઓના મૃતદેહને તે રીતે પીપીઈ કીટ પહેરી અને સંપૂર્ણ સાવધાની પૂર્વક મૃતદેહને પેક કરવાની કામગીરી કરીએ જેનાથી કોઈને પણ આ મૃતદેહને અડવાથી ચેપ લાગે. અમને હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો પૂરો સહયોગ છે. લગભગ 1 વર્ષમાં અમે 500થી વધુ મૃતદેહને અગ્નિદાહ માટે લઇ ગયા છે. > મનોજભાઈ રાઠોડ, સફાઈ કર્મચારી, સિવિલ હોસ્પિટલ, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો