કોરોના અપડેટ:વાંસદા તાલુકાના બારતાડમાં ભણતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 5 દિવસ બાદ નવો કેસ નોંધાયો
  • વ્યારાનો​​​​​​​ છાત્ર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે

જિલ્લામાં 12 સપ્ટેમ્બર બાદ 17મી સુધી સતત 5 દિવસ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. 5 દિવસ બાદ સરકારી ચોપડે 1 કેસ નોંધાયો છે. વ્યારા તાલુકાના કેળકુઈનો નિવાસી 15 વર્ષીય છોકરો વાંસદા તાલુકાના બારતાડમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં 10માં ધોરણમાં અભ્યાસ કરે છે અને અહીંની હોસ્ટેલમાં જ રહે છે.

સ્કૂલમાં 5 વિદ્યાર્થીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જેમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થી પોતાના વ્યારા તાલુકાના વતનથી રક્ષાબંધન બાદ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોઝિટિવ આવેલ વિદ્યાર્થીમાં કોઈ લક્ષણ જણાયા ન હતા. તેને હોમ આઇસોલેશનમાં જ રખાયો છે. આ વધુ 1 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7191 થઈ ગઈ છે.

13 દિવસમાં 2 વિદ્યાર્થી પોઝિટિવ
સતત 17 દિવસ કેસ ન નોંધાયા બાદ જિલ્લામાં 5 સપ્ટેમ્બરે કેસ નોંધાયો હતો,જે પણ વાંસદા તાલુકાનો જ હતો. તાલુકાના મોટી વાલઝર ગામે રહેતો 15 વર્ષીય વિદ્યાર્થીનો જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 13 દિવસ બાદ પુનઃ વાંસદા તાલુકામાં ભણતા વિદ્યાર્થીને જ કોરોના થયો છે.

અન્ય સમાચારો પણ છે...