• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Controversy Over The Disputed Site At Sarvodayanagar In Jamalpur Of Navsari, Locals Stopped The System From Arriving To Vacate The Site.

સ્થાનિકો-પોલીસ વચ્ચે ઘર્ષણ:નવસારીના જમાલપુરમાં સર્વોદયનગરમાં વિવાદિત જગ્યાને લઈ બબાલ, તંત્ર જગ્યા ખાલી કરવા પહોંચતા સ્થાનિકોએ અટકાવ્યા

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના આદેશ બાદ મંદિર દૂર કરવાનો પ્રયાસ થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

નવસારી શહેરના જમાલપુરમાં આવેલા સર્વોદય નગરમાં વિવાદિત જગ્યાને લઈને બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે છેલ્લા લાંબા સમયથી કોર્ટ કાર્યવાહી ચાલુ છે. જે દરમિયાન કોર્ટના આદેશ મુજબ વિવાદિત જગ્યાને હટાવવા માટે પાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ કાફલો આજે સર્વોદય નગરમાં આવી પહોંચતા સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં મહિલાઓએ વિવાદિત જગ્યામાં બેસી રામધૂન બોલાવી હતી અને પોલીસને અંદર આવતી અટકાવી હતી.

બિલ્ડર અને સ્થાનિક વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસે મહિલા કર્મચારીઓને આગળ કરીને ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં મહિલાઓ અને તંત્રનો ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ પણ થયું હતું. આ સમગ્ર મુદ્દો છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે જેમાં કોર્ટે બિલ્ડર પક્ષે ચુકાદો આપતા કથિત મંદિર તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેને લઇને સ્થાનિકો અને વહીવટી તંત્ર વચ્ચે ચકમક ઝરી છે.

કોર્ટે બિલ્ડર તરફી ચૂકાદો આપ્યો છે
કથિત મંદિરની પાછળ બિલ્ડરની જગ્યા આવી છે. જેમાંથી તેને રોડ બનાવીને પોતાની સગવડ કરી છે. પરંતુ સ્થાનિકો આ જગ્યામાં કથિત મંદિર ઊભું કરીને આક્ષેપ બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે બિલ્ડર પક્ષે ચુકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...