તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઈટાળવામાં જમીન બક્ષિસ આપનારના વારસોએ વારિગૃહનો કબજો લેતાં વિવાદ

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કબજો પરત લેવા ગ્રામજનોનું કલેક્ટરને આવેદનપત્ર

નવસારીમાં સમાવિષ્ટ ઈંટાળવા ગામે વર્ષો પહેલા ગામલોકોને વારિગૃહના સંચાલન માટે જમીન બક્ષિસ આપી હતી. તે જમીન તેમના વારસોએ વર્ષો બાદ કબજો લઈ લેતા આ બાબતે ગ્રામજનો એ કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપી કબજો છોડાવવા અનુરોધ કર્યો હતો.

ઈંટાળવાના વારિગૃહના પ્રમુખ બાબુભાઈ પટેલ અને ગ્રામજનોએ બુધવારે કલેકટરને ઉદ્દેશીને અધિક કલેકટર કમલેશ રાઠોડને આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું કે ઈંટાળવામાં રહેતા અંજનાબેન અને તેમની ત્રણ બહેનોએ આવીને 24મી જાન્યુઆરીએ વારિગૃહનું તાળું તોડી તેનો કબજો લીધો હતો. વોટર વર્ક્સની જગ્યા તેમના વાલી લલ્લુભાઈ મકનજીએ વર્ષ-1962માં ઈંટાળવાને વોટર વર્કસ બનાવવા માટે બક્ષિસ આપ્યું હતું. જેની એન્ટ્રી વર્ષ-1962 માં સરકારી દફતરે કાયદેસર રીતે પડી છે. આ વારિગૃહમાંથી ગામના લોકોને પાણી વિતરણ કરીએ છીએ. તેમને ઘણાં વર્ષો બાદ જગ્યાની યાદ આવી. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું, અન્યથા આગામી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી આપી હતી.

મિલકત અમારા વડીલોની છે, તેના પર અમારો પૂર્ણ અધિકાર, એસપીને ફરિયાદ કરી છે
ગામના અમુક માણસો દ્વારા અમોને ગામના લોકોને પાણી આપતા અટકાવવા તથા અમારા દાદાની મિલકત પર ગેરકાયદે અઢળક કમાણી કરવા જબરજસ્તી કબજો લેવા અમને તથા પરિવારને શારીરિક, માનસિક ત્રાસ આપી અમારા વિરૂદ્ધ ગામના અન્ય લોકોને ચઢાવી અમારી જમીન મિલકત પડાવી લઈ ગામમાંથી હાંકી કાઢવા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતા બાબુ પટેલ સહિત 5 સામે એસપીને ફરિયાદ આપી છે. મિલકત અમારી છે અને તેના ઉપર અમારો પૂર્ણ અધિકાર છે. > અંજના પટેલ, જમીનના વારસદાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો