વિવાદ:સામી ચૂંટણીએ બાંકડા મૂકવાના નિર્ણયથી વિવાદની સંભાવના

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં વધુ 38 બાંકડા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મૂકાશે

નવસારીમાં બાંકડારૂપી વિકાસ જારી રહી વધુ 38 બાંકડા શહેરમાં મુકવામાં આવશે.નવસારીમાં ભૂતકાળમાં નગરપાલિકા યા સાંસદ,ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બાંકડા મુકવામાં આવતા ન હતા.જોકે છેલ્લા 5-6 વર્ષથી નવસારીવિજલપોર પાલિકા હદ વિસ્તારમાં વધુને વધુ બાકડાઓ મુકવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન બધું મળી 800થી વધુ બાંકડા મુકાયાનો અંદાજ છે.વધારે સંખ્યામાં બાકડાઓ ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી જ મુકાયા છે,જોકે કેટલાક બાંકડા નગરપાલિકાએ પણ શહેરમાં મુક્યા છે.શહેરમાં બાંકડારૂપી વિકાસકામની પરંપરા આગામી દિવસોમાં પણ જારી જ રહેશે.

નવસારી -વિજલપોર પાલિકા અગામી દિવસોમાં વધુ 38 બાંકડા મુકશે. આ બાંકડા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મુકવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી બાંકડા મુકવા પર બ્રેક લાગી હતી,જે પુનઃ જારી થશે. અહીં ઉલ્લેખનીય છે કે, હાલ પાલિકામાં ચૂંટાયેલી પાંખ નથી અને વહીવટદારનું શાસન છે ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વધુ બાકડા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામી ચૂંટણીએ આ નિર્ણય ચર્ચાસ્પદ બને એવી શક્યતા છે.

બાંકડાનો હિસાબ રખાય છે?
શહેરમાં મુકવામાં આવતા બાકડાના વિતરણમાં વિવાદ થતો રહ્યો છે,ખાસ કરીને કેટલાક કાઉન્સિલરોની ઓછા યા નહી ફાળવાયાની ફરિયાદ થતી રહી છે. મહત્વની વાત બાંકડાની જગ્યા,તેની સંભાળ,સંખ્યાનો હિસાબ કિતાબ ની પણ છે.ખાનગી મિલકતોમાં પણ બાંકડા ગોઠવાયાની બુમરાણ છે તો આ મુકાયેલ બાંકડાનો હિસાબ પણ તંત્ર રાખે છે કે નહીં તે પણ સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...