તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મોટી ચોવીસીમાં CCTV મુકવા મુદ્દે વિવાદ સર્જાયો, યુવાને પટ્ટો ફેરવતા બે મહિલાને ઇજા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં આવેલા મોટી ચોવીસીની ઓમકારેશ્વર સોસાયટીમાં સીસીટીવી મૂકવા લોકો ભેગા થયા હતા. દરમિયાન એક રહીશે વિરોધ કર્યો હતો અને ત્યારબાદ કૂતરાના પટ્ટા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બે મહિલાને ઇજા થતાં ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ કરી રહી છે.

મોટી ચોવીસીમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટીના કિશોરચંદ્ર ટેલરે ગ્રામ્ય પોલીસે ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓ સોસાયટીનાં માણસો સાથે સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા બે દિવસ અગાઉ વાતચીત કરી સોસાયટીનાં દરેક ઘરદીઠ રૂ. 5 હજાર લેવાનુ નક્કી કર્યું હતું. જે મુજબ તેઓ સીસીટીવી. કેમેરા લઇ આવ્યા હતા. આ કેમેરા બાબતની જાણ સોસાયટીમાં રહેતા રાજેશભાઇને થઈ હતી. તેઓ સોસાયટીનાં હાજર વ્યકિતઓને કહેવા લાગેલા કે, તમે બધા કોના પૈસાથી આ કેમેરા લગાવવાના છો ? તેમ કહી સોસાયટીનાં હાજર માણસો તથા મહિલાઓને બિભત્સ ગાળ આપી માર મારવાની ધમકી આપી હતી. રાજેશભાઇએ અચાનક ઉશ્કેરાઇ જઇ તેમના કૂતરાનાં ગળામાં રહેલો લોખંડનાં બક્કલવાળો પટ્ટો કાઢી કૂતરાને છુટો મુકી દીધો હતો અને મહિલાઓ નજીક પટ્ટો હવામાં જોરમાં ફેરવવા લાગતા જયશ્રીબેન તેમજ મૈત્રીબેનને ઇજા પહોંચી હતી અને અન્ય રહીશોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...