નવસારીના વિજલપોર વિસ્તારમાં મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી ક્ષત્રિય મહારાણા પ્રતાપ રાજપુત સમાજ મંડળ થકી કરવામાં આવી હતી. જોકે આ જંયતીમાં મહારાણા પ્રતાપના પોસ્ટરમાં વિવાદિત લખાણને લઇને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય તેવુ જણાયું હતું. મહારાણા પ્રતાપના પોસ્ટરના લખાણ પરથી સ્પષ્ટ જણાઇ આવ્યું હતું કે જાતિવાદ આજે પણ લોકોની માનસિકતામાં હયાત છે.
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, મુછ આ જાને સે કોઇ રાજપુત નહીં બન જાતા, જુતી કે નીચે થે નીચે હી રહોગે. નવાઇ પમાડનારી વાત એ પણ છે કે આ પોસ્ટર વિજલપોર પોલીસ ચોકીની બહાર જ લગાવવામાં આવ્યું હતું. આ બાદ વાતાવરણ ખરાબ ન થાય અને ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા વિવાદીત લખાણને અન્ય પોસ્ટર મુકી સંતાડી દેવામાં આવ્યું હતું.
જોકે આ પહેલા વિવાદીત લખાણના વિડીયો અને ફોટા સોશિયલ મિડીયામાં વાયુવેગે પ્રસરી ગયા હતા. આ સમગ્ર ઘટના બાબતે દલીત સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપીને કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.