ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર કરી જીવ બચાવી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 10થી 20મી જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન-2023નું આયોજન નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાના સંયુક્ત ભાગીદારીથી કરવામાં આવશે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ, રેસક્યૂ ટીમ અને પશુ દવાખાનાની સેવા પણ ઉપલબ્ધ કરાઇ છે.
કરુણા અભિયાન -2023 માટે વન વિભાગ દ્વારા તાલુકા ક્ક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં નવસારી/જલાલપોર તાલુકાકક્ષાનું કંટ્રોલ રૂમ- રેંજ ફોરેસ્ટ ઓફિસર સુપા, જિલ્લા સેવા સદન બહુમાળી મકાન, પહેલો માળ, નવસારી. કંટ્રોલરૂમના અધિકારી હીનાબેન પટેલ સંપર્ક નંબર (02637) 259823 (મો) 9726620409, ગણદેવી તાલુકા માટે રેંજ ફોરેસ્ટ ઓફિસર ગણદેવી, ૧૦૪ દેવકૃપા કોમ્પ્લેક્ષ, જય કિસાન હોસ્પીટલની બાજુમાં, ગણદેવી કંટ્રોલ રૂમના અધિકારી છાયાબેન પટેલ સંપર્ક નંબર (02634) 262145 (મો) 7069962831, ચીખલી તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી એ.જે.પડશાલા સંપર્ક નંબર 02634-233857 (મો) 9824623245, ઉત્તમભાઈ પટેલ (નં. 02634-233857) (મો) 9327993752, ખેરગામ તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી કંટ્રોલ રૂમના અધિકારી બી.આર.બારોટ સંપર્ક નંબર 02634-233857 (મો) 7874705556, વાંસદા તાલુકા માટે વાંસદા રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી ચેતનભાઈ પટેલ સંપર્ક નંબર 02630 -223850 (મો) 9909474323, જયેન્દ્રસિહ રાઠોડ (મો) 9979347777 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.