પ્રારંભ:વાપી-શામળાજી હાઇવેની કાવેરો નદી અને કોષ ખાડી પર નવા બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ

ઉનાઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગ્રેજોના જમાનાના પુલો જર્જરિત- જોખમી બની ચુક્યા છે, નવા પુલોનું લગભગ રૂપિયા 11.50 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે

વાંસદા-ઉનાઈ થી પસાર થતો વાપી-શામળાજી હાઇવે અને વાંસદા અને ઉનાઈ સુધી હાઇવે પર કાવેરો નદી તેમજ કોષ ખાડી પર આવેલા પુલ અંગ્રેજોના જમાનામાં નિર્માણ કરાયા હતા. જે લગભગ 70 થી 80 વર્ષ જુના પુલ છે અને હાલમાં જર્જરિત અવસ્થામાં છે. વાપી-શામળાજી હાઇવે 24 કલાક ધમધમતો હાઇવે હોય અહીંથી 24 કલાક લોડિંગ વાહનો પસાર થતા હોય છે. હાલમાં ચોમાસામાં આ હાઇવે પર ધરમપુર જતા ચોંઢા ગામે વર્ષો જૂનું પુલીયુ ધરાશાયી થયું હતું, જેમાં બે બાઇક ચાલકો પટકાયા હતા. સદનસીબે મોટી જાનહાનિ થઈ ન હતી.

બાદમાં કાવેરો નદી અને કોષ ખાડી પર આવેલા અંગ્રેજોના જમાનાના જર્જરિત પુલો પર ભવિષ્યમાં આ રીતની કોઈ મોટી દુર્ઘટના નહીં ઘટે એ માટે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા પુલોના સ્ટ્રક્ચરની મુલાકાત એક્સપર્ટની રાય લઈ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અંગ્રેજના જમાનાના આ પુલોનું જુના સ્ટ્રક્ચર પ્રમાણે નિર્માણ કરાયું હોય ચોમાસા દરમિયાન ભારે વાહનો પસાર થવાને કારણે અહીં ખાડા વધુ પડતા હતા. વળી પુલની બંને છેડે વૃક્ષો ઊગી નીકળ્યા હોય જેથી પુલ કેટલો અને ક્યાં સુધી ચાલે એનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. જેથી સરકાર દ્વારા આ બાબતે સજાગ થઈ યુદ્ધના ધોરણે પુલનું ટેન્ડર કરી નવા પુલોનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે.

જૂના પુલના 2 મીટરને અંતરે નવા પુલનું નિર્માણ કરાશે
હાલમાં જુના પુલની 2 મીટરની અંતરે નવા પુલોનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં નવા પુલના નિર્માણ બાદ જૂનો પુલ તોડી ત્યાં નવો પુલ બનાવામાં આવશે. 2 લેનના બે પુલ બનાવાશે, જે કાવેરો નદી તેમજ કોષ ખાડી મળી 4 પુલોનું નિર્માણ કરવામાં આવશે જેનું કન્ટ્રકશન કાર્ય 1 વર્ષમાં પૂર્ણ કરાશે.

1968ની રેલમાં પુલ ધરાશાયી થયા બાદ નવો બનાવાયો હતો
ઉનાઈથી પસાર થતી અંબિકા નદી પર 1968માં નદીમાં આવેલી રેલમાં અંગ્રેજના જમાનાનો પુલ ધરાશાયી થતા બાદમાં નવો પુલ બનાવાયો હતો. આ પુલ પર ચોમાસામાં ખાડાઓ પડતા નથી. આજ રસ્તે કાવેરો નદી અને કોષ ખાડી પરના પુલો અંગ્રેજોના સમયના છે, બન્ને પુલ પર ચોમાસામાં અસંખ્ય ખાડા પડતા હોય છે, જે પુલની આવરદા સમાપ્ત થઈ ચૂકી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...