તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Consideration To Keep Kindergarten Children At Home Now, Hunt And Cookery Government's Support For The Upbringing Of Kindergarten Children

માતૃછાયા:બાળગૃહના બાળકોને હવે ઘરે જ રાખવા વિચારણા, ખૂંધ અને કુકેરી બાળગૃહના બાળકોના ભરણપોષણ માટે સરકારનો સહયોગ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીના ચીખલી ખાતે આવેલા ખૂંધ અને કુકેરી ગામના બાલ ગૃહના એવા 80 બાળકોને આશરો આપવામાં આવ્યો છે જેમના મા-બાપ તેમના બાળકોનું યોગ્ય લાલન પાલન પણ કરી શકતા નથી. લોકડાઉનના કારણે આ તમામ બાળકોને તેમના મા-બાપના ઘરે મોકલી દેવાયા છે અને ગરીબ અને અંતરિયાળ વિસ્તારના બાળકો, નાના બાળકો, આદિવાસી વિસ્તારના બાળકોના મા-બાપ પાસે બે ટાઈમ જમવાનું આપવાની પણ પરિસ્થિતિ નથી ત્યારે આવા સમયે આ બાળકોને ઓનલાઇન  શિક્ષણ કેવી રીતે આપવું એ એક સવાલ પણ છે.

બીજી બાજુ સરકારે આ બાળકોના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવ્યા છે. જેથી બાળકોના મા-બાપ પર કોઈ ભારણ ન આવે. હાલ લોકડાઉન ખુલવા માટેની કોઈ જ શક્યતા જોવાતી નથી ત્યારે સરકાર આ બાળકોને તેમના ઘરેથી પાછા ન બોલાવીને તેમના જ પરિવાર  સાથે રહે અને ત્યાં જ આસપાસની સરકારી શાળામાં જ એડમિશન આપીને હવે ત્યાં જ શિક્ષણ આપવામાં આવે અને તેમને માતા પિતા અને પરિવારનો પ્રેમ પણ મળે તેમજ સરકાર આવા બાળકોના માતા-પિતાને આર્થિક સહાય પણ આપશે, તેવી વિચારણા કરી રહી છે. કુકેરી,આંજણા,વડોદરા તેમજ નવસારી શહેરના બાળકોને બાળગૃહમાંથી જ તેમના ઘરે જ અનાજની કીટ અને આર્થિક સહાય પણ આપે છે અને સમયાંતરે તેમને ફોન દ્વારા સંપર્ક કરીને ખબર અંતર પૂછતાં રહે છે.

અહીંના કેટલાક બાળકોને વિદેશી દંપતીએ દત્તક લીધા છે
આ બાળ ગૃહમાં એવા પણ 6 બાળકો છે કે જેમને જન્મ થતાની સાથે જ તરછોડી દેવાયા હતા.એક મહિનાથી લઈને 8 મહિના નાના બાળકોની કાળજી માટે અહીં પૂરતો સ્ટાફ છે.બાળગૃહની બહાર એક પારણું પણ મુકાયું છે, જેમાં કોઈ સંતાન તરછોડવાના બદલે  અહીં મૂકી જાય. આ બાળગૃહમાંથી અત્યાર સુધીમાં સ્વીડન, હોલેન્ડ જેવા દેશમાં પણ બાળકોને દત્તક અપાયા છે.

બાળકોનું માતાપિતાને ભારણ ન લાગે તે માટે સહાય કરાય છે
 નવસારી જિલ્લામાં એક માત્ર બાળગૃહ છે જ્યાં અમે તમામની પુરી તકેદારી રાખીએ છે.લોક ડાઉનના કારણે આ બાળકોને અમે એમના ઘરે મોકલી આપ્યા છે પરંતુ હાલ લોકડાઉન જલદી ખુલે તેમ લાગતું નથી ત્યારે આ બાળકને તેમના જ ઘરે અમે કીટ મોકલી આપી છે. સરકારે આ બાળકોના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવ્યા છે. જેથી કરીને મા-બાપને બાળકનું ભારણ લાગે નહી. બીજી બાજુ સરકારની વિચારણા એવી પણ છે કે હવે આ બાળકોને તેમના માં બાપ સાથે જ રાખવામાં આવે અને સ્થાનિક સરકારી શાળામાં જ ભણવા મુકવામાં આવે.તેમજ બાળ ગૃહના બાળકોને દત્તક આપવાની જે સરકારની વિધિ છે તે ખુબ જ લાંબી છે જેથી નાના ભુલકાઓને એક વર્ષ સુધી પણ પરિવાર મળતા  વાર લાગે છે. જેથી સરકારે અમુક બાબતો  હળવી કરવી જોઈએ. -ઓમપ્રકાશ અગ્રવાલ,બાળગૃહ,ચેરમેન

અન્ય સમાચારો પણ છે...