તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા વળતરની માંગ:નવસારીમાં એક્સપ્રેસ હાઇવેમાં વધુ વળતર આપવા સરકારમાં વિચારણા

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નજીકના વલસાડ જિલ્લામાં સારા વળતરની મંજુરી
 • ઓછા વળતરની જાહેરાતથી અસરગ્રસ્તોમાં નારાજગી છે

નવસારી જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવેમાં અસરગ્રસ્તોને વધુ વળતર ચૂકવવા સંદર્ભે સરકારમાં વિચારણા ચાલી રહ્યાની જાણકારી મળી છે.નવસારી જિલ્લાના કુલ 28 ગામમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે માટે જમીનનું વળતર ચૂકવવાની કામગીરી ચાલી રહી છે અને 60 ટકા જેટલાએ વળતર લઈ લીધું છે, જોકે કેટલાયે વળતર વાંધા સાથે લીધાનું પણ જાણવા મળ્યું છે.

આ પ્રોજકટમાં જે વળતર નક્કી થયું છે તેની સરખામણીએ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખૂબ ઘણું વળતર અસરગ્રસ્તોને ચૂકવાતા એક્સપ્રેસ હાઇવેમાં પણ બુલેટ ટ્રેન મુજબ વળતરની માગ શરૂ થઈ છે અને તેની રજૂઆત નવસારીના સંસદસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ કરાઈ હતી.

સી.આર.પાટીલે પણ સારું વળતર અપાશે તેની ખાતરી જાહેરમાં આપી હતી. આ દરમિયાન હાલમાં વલસાડ જિલ્લામાં એક્સપ્રેસ હાઇવેમાં નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેકટની જેમ ખૂબ સારા વળતર મંજુર થયું છે. વલસાડ જિલ્લા બાદ નજીકના નવસારી જિલ્લામાં પણ એક્સપ્રેસ હાઇવેમાં સારું (હાલ ઓછું વળતર આપવાની નારાજગી છે) વળતર આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલી રહ્યાની જાણકારી આધારભૂત સૂત્રોમાંથી મળી છે. આ માટે બુલેટ ટ્રેનની જેમ સરકાર સાથે સમન્વય સાધવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે.

અમલસાડ ફ્લાયઓવરમાં પણ વળતરનો અસંતોષ
હાલ જિલ્લામાં બની રહેલ રેલવે ફ્લાયઓવરો માટે પણ જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે.જેમાં અમલસાડમાં 1 ચો.મી. ના 76 રૂપિયા વળતર જાહેર થતા અસરગ્રસ્તોમાં નારાજગી ફેલાઈ છે. મોંઘી જમીનોની સામે ખૂબ ઓછું વળતર જાહેર કરતા લોકોએ વિરોધ કર્યો છે અને બુલેટ ટ્રેન પ્રોજેકટની જેમ યોગ્ય વળતરની માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો