તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:લગ્ન-સત્કાર સમારંભમાં ફક્ત 100 વ્યક્તિને જ સંમતિ, નવસારીમાં 7 દિવસમાં 114 પોઝિટિવ

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોનાનો કહેર વધતા સંક્રમણ અટકાવવાના હેતુથી નવસારી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
 • નવસારી-વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ, બે પોલીસ કર્મી સહિત 15 પોઝિટિવ, એક્ટિવ કેસ 139, રિકવર દર્દી 3

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવાની ફરજ પડી છે. જેમાં કેટલિક પાબંધી લગાવાઇ છે. બીજી તરફ જિલ્લામાં બુધવારે વધુ 15 કેસ કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક સપ્તાહમાં કોરોનાના કેસ 100ને પાર થઈ કુલ 114 નોંધાતા તંત્ર દોડતું થયું છે. નવસારી શહેરમાં બુધવારે વધુ 15 પોઝિટિવ કેસ સાથે કુલ કેસ 1825 થયા છે. બુધવારે નોંધાયેલા 15 પોઝિટિવ કેસમાંથી 14 કેસ નવસારી શહેરના નોંધાતા આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું છે. 3 દર્દી રિકવર થયા હતા. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.

નવસારીમાં 2000 સેમ્પલમાંથી 15 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. નવસારી જિલ્લામાં બુધવારે 15 કેસ પોઝિટિવ આવતા એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંક 114 પર પહોંચ્યો છે. બુધવાર સુધીમાં 173902 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 169873 સેમ્પલ નેગેટિવ આવતા 1825 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં 102 દર્દીના મૃત્યુ થયા છે.

નવસારીમાં બુધવારે 3 દર્દી રિકવર થતા કુલ 1584 લોકો રિકવર થયા છે. નવસારીમાં આવેલા 15 કેસમાં 14 કેસ નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં નોંધાયા હતા. નવસારી-વિજલપોર પાલિકાના ઉપપ્રમુખ પણ કોરોના સંક્રમિત થયાની આરોગ્ય શાખાની યાદીમાં જણાવ્યું હતું. પોલીસ જવાનો સહિત સરકારી કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. બુધવારે વધુ 2200 જેટલા નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા.

એક સપ્તાહમાં નોંધાયેલા કેસ

તારીખકેસ
1લી એપ્રિલ8
2જી એપ્રિલ18
3જી એપ્રિલ16
4થી એપ્રિલ20
5મી એપ્રિલ20
6ઠ્ઠી એપ્રિલ17
7મી એપ્રિલ15

વેક્સિન ઘટી ગઈ હોવાનો મેસેજ વહેતો થયો
નવસારીમાં બુધવારે કોરોનાની વેક્સિન ઘટી ગઈ હોવાનો મેસેજ વહેતો થયો હતો. આ બાબતે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈને જાણ થતાં તેઓએ આરોગ્ય વિભાગ સાથે સંકલન જાળવી ને 24 હજાર જેટલી વેક્સિનનો સ્ટોક 24 કલાકમાં આવી જશે તેમ જણાવ્યું હતું.

ટયૂશન વર્ગ પણ બંધ કરાયા
નવસારીમાં કોરોના કેસો એક સપ્તાહમાં 100 પાર પહોંચ્યા છે ત્યારે ધોરણ 1 થી 9ની શાળાના વર્ગો બંધ કરાયા છે ત્યારે નાના બાળકો ટ્યૂશન માં જાય છે તેમને પણ આજથી બંધ કરવાનું મૌખિક કહી દેતા ટ્યૂશન બંધ કરી દેવાયા હતા.

સિવિલ હોસ્પિટલમાં 120થી વધુ દર્દી કોવિડ વિભાગમાં સારવાર લઇ રહ્યા છે
નવસારીમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં હાલ 120 જેટલા દર્દીને અલાયદી શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી મળી છે.

સરકારી કચેરીના અધિકારીઓ સંક્રમિત
નવસારી જિલ્લામાં બુધવારે નવસારી-વિજલપોર પાલિકાના ઉપપ્રમુખ, 2 પોલીસકર્મીઓ, કોર્ટ સંકુલમાં 2 અધિકારી અને ગણદેવી સરકારી કચેરીમાં પણ 3 જેટલા અધિકારી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે.

સરકારી કચેરીઓ શનિ-રવિવાર બંધ રહેશે

​​​​​​ નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જ લોકોની સાવચેતી અને સલામતીને ધ્યાનમાં રાખી નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે. રાઠોડે જિલ્લામાં જાહેરનામુ બહાર પાડયું છે. જોકે અગાઉની માફક આ વખતે જાહેરનામામાં કેટલીક છૂટછાટ ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે. સામાજીક પ્રસંગોમાં પણ આંશિક છૂટછાટ અપાઇ છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધુ જતા કોરોનાના કેસોને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.

એક તરફ કોરોનામાંથી થોડી રાહત થયા બાદ માંડ રોજગારી અને ધંધા પુન: કાર્યરત થયા હતા ત્યાં ફરીથી કોરોનાએ માથુ ઉંચકતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આ ઉપરાંત જિલ્લા અધિક મેજીસ્ટ્રેટે કોરોના સંક્રમણ વધતું અટકાવવા અનુશાસન લાવવાની ફરજ પડી છે અને તેથી જ તેમણે જાહેરનામુ બહાર પાડી અગાઉની જોગવાઈઓની સામે નવી ગાઈડલાઈન બહાર પાડી તેનું પાલન કરવા તાકિદ કરી છે. અગાઉ જે પ્રસંગોમાં કેટલીક છૂટછાટ અપાઈ હતી. તેમાં હવે બ્રેક લગાવી દેવામાં આવી છે. જાહેરનામા પ્રમાણે 10મી એપ્રિલથી લગ્નસત્કાર સમારંભ કે ખુલ્લી જગ્યામાં 100થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકાશે નહીં.

આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શિકા -સૂચનાઓ પણ યથાવત રાખી છે, જેમ કે સેનેટાઈઝ કરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જેવી સૂચના યથવત છે. આ ઉપરાંત 7મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી રાજકીય-સામાજીક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

કોઈપણ ગેધરીંગમાં 50થી પણ વધુ વ્યક્તિ એકત્ર થઈ શકશે નહીં ત્યાં પણ કોવડ માર્ગદર્શિકા-સૂચનાનું પાલન કરવાનું રહેશે. વધુમાં રાજ્યની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. 30મી એપ્રિલ સુધી તમામ સરકારી કચેરીઓ શનિ-રવિવાર બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો