• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Congress's Deepak Barot's Name Has Been Decided Against BJP's Rakesh Desai In Navsari Seat, Barot Used To Earn A Living Driving Rickshaws At One Time.

નવસારીનો ચૂંટણી જંગ:નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઈ સામે કૉંગ્રેસના દીપક બારોટનું નામ નક્કી,બારોટ એક સમયે રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા

નવસારી18 દિવસ પહેલા
  • નવસારી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસમાં બંને નવા ચહેરા

પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે કેટલાક ઉમેદવારોને અનૌપચારિક રીતે ફોન પર તૈયારીઓ આરંભી દેવા માટેની સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી 175 વિધાનસભામાં નવસારી શહેરના પૂર્વ પ્રમુખ દીપક બારોટને પણ ચૂંટણી લડવા માટેની ટેલિફોનિક જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. દીપક બારોટ ભૂતકાળમાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને સમયાંતરે તેવો નવસારી શહેરમાં બેપાંદડે થતાં આર્થિક રીતે સ્થાયી થયા હતા. શ્રમિક વર્ગને સીધો સંદેશો પહોંચે તેવો મેસેજ આપવા માટે કોંગ્રેસે દિપક બારોટ પર પસંદગી ઉતારી છે.શહેરી મતદારો સાથે શ્રમિક વર્ગમાં વોટબેંકની ઊભી કરવી કોંગ્રેસ માટે પડકાર રહેશે.કારણ કે શહેર સંગઠનનું માળખું વેરવિખેર છે.

નવસારી વિધાનસભામાં ભાજપે ઓછા જાણીતા અને મૂળ RSS કાર્યકર રાકેશ દેસાઈને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે પણ જાતિગત સમીકરણને બાજુ મૂકી બારોટ સમાજમાંથી આવતા દીપક બારોટને ટિકિટ આપી છે. 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસે મહિલાને ટિકિટ આપતા ભાવના પટેલની પિયુષ દેસાઈ સામે ભૂંડી હાર થઈ હતી જેને પગલે આ વખતે કોંગ્રેસે શહેરમાં મજૂર વર્ગમાં શાખ ધરાવતા દીપક બારોટ પર દાવ ખેલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...