પરિવર્તન યાત્રા:નવસારીમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી, પૂર્વ મંત્રી તુષાર ચૌધરીનું કોંગી આગેવાનોએ સ્વાગત કર્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે, તેની સાથે જ રાજકીય પક્ષો પ્રચારને વેગ આપી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તનની આશા સાથે કોંગ્રેસે પરિવર્તન યાત્રા ઝોન અનુસાર શરૂ કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નીકળેલી પરિવર્તન યાત્રા આજે નવસારીમાં પ્રવેશી હતી.

પરિવર્તન યાત્રા દરમિયાન ઠેર ઠેર જાહેર સભાઓ
યાત્રા નવસારીના મરોલી ચાર રસ્તા નજીક પહોંચતા જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત આગેવાનોએ યાત્રાને આવકારી હતી. યાત્રાની આગેવાની કરતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. તુષાર ચૌધરીને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું. સાથે જ નવસારી જિલ્લાના કોંગ્રેસી કાર્યકરો યાત્રામાં જોડાયા હતા. યાત્રા નવસારી-વિજલપોર શહેરમાંથી પસાર થઈ આગળ ગણદેવી તરફ આગળ વધશે. પરિવર્તન યાત્રા દરમિયાન ઠેર ઠેર નાનીજાહેર સભાઓ કરી કોંગ્રેસીઓ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા 8 વચનો મતદારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...