તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનની માગ:જિલ્લામાં વેક્સિનની અછતના કારણે લોકોને પડી રહેલી હાલાકી મામલે કૉંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં દરરોજ 12 હજાર ડોઝની સામે આવે છે 8 હજાર ડોઝ

નવસારી જિલ્લામાં દરરોજ વેક્સિન ની અછતને લઇને સેન્ટરો પર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે છેલ્લા અનેક દિવસોથી જિલ્લામાં લિમિટેડ માત્રામાં વેક્સિન ઉપલબ્ધ થઈ રહી છે જેને લઇને મોટી સંખ્યામાં સેન્ટર પહોંચી જતા લોકોને ધરમનો ધક્કો રહ્યો છે જે માટે અનેક રજૂઆત અને આવેદનો થકી સરકારને રસીનો જથ્થો ઉપલબ્ધ કરવા માટેની માંગ થઇ રહી છે.

નવસારી જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા આજે જિલ્લા કલેકટર ભેગા થઈને રાજ્ય સરકાર અને કલેકટર મારફત એક આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં જરૂરિયાત મુજબ વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.જિલ્લામાં દરરોજ 12 હજારથી વધુ ડોઝની જરૂર છે પણ 8 હજારથી ઓછા ડોઝ આવતા સેન્ટર પર 90 જેટલાજ ડોઝ અપાય છે જેથી સામાન્ય લોકોની હાલાકી વધી છે.

જિલ્લા કોંગ્રેસના નરેશ વલસાડીયાના જણાવ્યા મુજબ કોરોનાની મહામારીમાં લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે ત્યારે આ મહામારીમાં રામબાણ ઈલાજ તરીકે વેક્સિન ઉપયોગી સાબિત થયું છે ત્યારે અમે વેક્સિનનો જથ્થો જે અપર્યાપ્ત માત્રામાં જિલ્લામાં ઉપલબ્ધ થાય છે, તેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા છીએ સાથેજ રજૂઆત પણ કરી છે કે લોકોને ખોટા મેસેજો તંત્ર દ્વારા મોકલવામાં આવે છે અને સેન્ટર ઉપર જતા રસી ઉપલબ્ધ થતી નથી સિનિયર સીટીઝનો માટે પણ વેક્સિન સેન્ટર પણ કોઈ સુવિધા ઊભી કરવામાં આવી નથી તંત્ર પહેલા રોડની કામગીરી પણ યોગ્ય રીતે કરી શકી નથી ત્યારે બીજા ડોઝ ની તૈયારી આરંભી દીધી છે ત્યારે જિલ્લા કોંગ્રેસ આ મામલે યોગ્ય વ્યવસ્થા ઉભી થાય તેવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...