વિરોધ પ્રદર્શન:નવસારી જિલ્લાના ચીખલીના કુકેરી ગામની શાળા મર્જ કરવાના નામે બંધ કરાતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

નવસારીએક મહિનો પહેલા
  • વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

હાલમાં સરકારે જિલ્લા કક્ષાએ ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાને પાડોશી ગામની શાળા સાથે મર્જ કરવાનો નિર્ણય કરતા કરાયો છે. જેને લઈને નવસારી જિલ્લાની ગ્રામ્ય કક્ષાએ આવેલી શાળાઓમાં શાળા મર્જર ને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ભૂતકાળમાં વિરોધ પ્રદર્શન થયું છે. ત્યારે ફરીવાર વાંસદા તાલુકાના કુકેરી ગામની શાળા મર્જ કરવાનના નામે બંધ કરાતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આજથી 2 વર્ષ પહેલા કુકેરી માધાતળાવ ખાતે આવેલી શાળામાં 1થી 5 ધોરણમાં માત્ર 13 વિદ્યાર્થી હોવાના કારણે સરકારે માથાદીઠ સંખ્યા ઓછી હોવાના કારણે શાળા બંધ કરી હતી.અને 2 કિલોમીટર દૂર આવેલી મુખ્યમાં શાળામાં મર્જ કરવામાં આવી હતી.

ચીખલી તાલુકાના કુકેરી ગામે આવેલા માધાતળાવ શાળા મર્જના નામે બંધ કરી દેવાતા ગ્રામજનોએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી સમયમાં જો શાળા ન ખોલવામાં આવશે. તો નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...