તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ ગરમાયું:નવસારી જીલ્લાનાં સીસોદ્રા ગામે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પ્રજાને સંબોધી

નવસારી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કમલમની વેપારની દુકાન બંધ કરવા તમામ લોકો મતદાન કરજો - પરેશ ધાનાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે. જેને લઇ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જે અનુસંધાને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી નવસારી જિલ્લાના પ્રવાસે નીકળ્યા હતા. જેમાં સોમવારે નવસારી જીલ્લાનાં સીસોદ્રા ગામે પહોંચીને તેમણે પ્રજાને સંબોધતા કહ્યું હતું કે, અત્યારની સરકાર તાનાશાહીની છે તેમ કહી તેમણે પ્રજાને સરકારને જવાબ આપવાના સૂચનો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન પ્રજા પર મનમાની કરાતા પ્રજાને વળતો જવાબ આપવા માટે નિવેદન કર્યું હતું અને લોકોને જાગૃત કરવા માટે સંબોધન કર્યું હતું.સરકારને વળતો જવાબ આપવો જોઈએઃ ધાનાણી

પરેશ ધાનાણીએ ભાજપ પર અનાજનાં કોઠારો ખાલી કરી નાખવાના પણ આરોપો કર્યા હતા. તેમણે કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લોકડાઉનથી થયેલી લોકોની પરેશાની વિશે જણાવ્યું હતું. ધાનાણીએ લોકોના દૈનિક વપરાશમાં આવતા રાંધણ ગેસના બાટલાઓ ખાલી થઈ ગયા હતા અને પેટ્રોલના ભાવને સોનાને તોલે ગણાવીને લોકોને અત્યાચાર વિરૂદ્ધ જવાબ આપવાની હાંકલ કરી હતી. ધાનાણીના જણાવ્યા અનુસાર લોકોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તક ચુક્યા વગર તમામ લોકોને સરકારનાં કૃત્યનો જવાબ આપવો જોઈશે. ધાનાણીએ આગામી ચૂંટણીમાં કમળને કચડીને નવું સામ્રાજ્ય ઉભુ કરવા તેમજ કમલમનાં નામે દુકાનો ખોલી વેપાર કરતી સરકારને વળતા જવાબ આપવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો