કાર્યવાહી:નવસારીમાં PMના કાર્યક્રમને લઇ કોંગીઓ ડિટેઇન કરાયા

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલીના ખુડવેલમાં વડાપ્રધાનનો કાર્યક્રમ હોય પોલીસે કોંગી કાર્યકરોને ગુરૂવારે મધરાત્રિથી જ ડિટેઈન કરવામાં આવ્યા હતા. જેમાં કોંગી આદિવાસી ધારાસભ્ય અનંત પટેલના ઘરે પોલીસ ગઈ હતી. તેઓ બહારગામ હોય તેમની અટક કરાઈ ન હતી. જ્યારે NSUI પ્રમુખ જય પટેલના ઘરે પણ પોલીસ ગઈ હતી. તેઓ પણ નહીં હોય પોલીસ 4 કલાકની રાહ જોઈ હતી.

તેમને પણ ડિટેઈન કરાયા ન હતા. જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ તેજસ પટેલને ચીખલી પોલીસે અને નવસારી પોલીસે જિલ્લા યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા કો. ઓર્ડિનેટર મિહિર રાઠોડ તથા જિલ્લા યુથ કોંગ્રેસના દીપ પટેલને ડિટેઈન કર્યા હતા. નવસારી જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમને લઇને કોંગ્રેસ પક્ષના કાર્યકરો કોઇ વિરોધ કાર્યક્રમ ન કરે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર મોટાભાગના કોંગ્રેસી અગ્રણીઓની ઘર પાસે પોલીસની હાજરી જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમને લઇ શરૂઆતથીજ કડકાઇ દાખવાઇ રહી હતી. તેમાંય કોઇપણ પ્રકારનો અવરોધ ઉભો ન થાય તે માટે પોલીસ પણ સર્તક બની હતી. જોકે, કોંગી કાર્યકરો પીએમના કાર્યક્રમમાં કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કરી શકે તેવી આશંકા સેવાતા આખરે બે ત્રણ દિવસથી જ દેખરેખ રાખવામં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...