તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી પહેલા પાળ:બારડોલીમાં કિસાન નેતા રાકેશ ટિકેતની સભામાં જાય તે પહેલા નવસારીમાં કોંગી આગેવાનો ડિટેન

નવસારી6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સવારે ઘરેથી ડિટેન કરાયેલા 7 આગેવાનને બપોર બાદ પોલીસે છોડી દીધા

દેશમાં કૃષિ બિલ બાબતે 150 દિવસ કરતા વધુ દિવસથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલન માટે ગુજરાતના ખેડૂતોના સાથ માટે સોમવારે કિસાન નેતા રાકેશ ટિકેતની બારડોલીમાં સભા હતી. આ સભામાં કિસાન અને કોંગ્રેસના અગ્રણીઓ જઇ નહીં શકે તે માટે સોમવારે નવસારીના 7થી વધુ અગ્રણીને પોલીસે વહેલી સવારથી જ તેમના નિવાસસ્થાનેથી ડિટેન કરી પોલીસની નજરકેદમાં રાખવામાં આવ્યા હતા.

બારડોલીમાં સોમવારે કિસાન નેતા રાકેશ ટિકેતની કૃષિ બિલ બાબતે સોમવારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લામાંથી ઘણાં કૃષિ આગેવાનો અને કોંગ્રેસના કિસાન સેલ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં જનાર હતા. આ બાબતે જિલ્લા પોલીસે સવારથી જ નજર રાખી હતી અને વહેલી સવારે સભામાં જાય તે પહેલાં જ તેમના ઘરેથી ડિટેન કરી પોલીસ ચોકીમાં નજર કેદ કર્યા હતા. જોકે બપોર બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસની કામગરીને વખોડી છે અને સરકારની આ નીતિ ગેરબંધારણીય ગણાવી છે. તમામ કિસાન મોરચાના આગેવાનોને ડિટેન કરતા તેમણે રાજ્ય સરકારની દમનશાહી નીતિનો વિરોધ કર્યો હતો. આગામી સમયમાં ખેડૂતો માટે નુકસાનકારક કૃષિ બિલોનો વિરોધ કરાશે તેવી માહિતી નવસારી જિલ્લા કિસાન સંઘે આપી હતી.

આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરીશું
નવસારીમાંથી બારડોલી જવા માટે નીકળેલા કિસાન કોંગ્રેસના વાઈસ ચેરમેન સુનિલભાઈ નાયક, જિલ્લા કો.ઓર્ડિનેટર મહેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર, સંકેતસિહ ગોહિલ, આનંદ દેસાઈ, યશ દેસાઈ, ગણદેવી તાલુકા કિસાન કોંગ્રેસ ચેરમેન કિરણભાઈ પટેલને બપોરે પોતાના ઘરે મોકલી દેવાયા હતા. જો કે અમે આ બાબતે આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરીશું. > હિમાંશુ વશી, ચેરમેન, નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો