તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ચીકુની વાડીમાં સુકારો દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીકુના સુકારાનો રોગ ફુગથી થાય છે. શરૂઆતમાં ઝાડ ઝાંખા પીળા અને ફીકકા થઈ ધીમે ધીમે સુકાવા લાગે છે. પાન તોડતા દુધ ન નીકળે. રોગવાળી ડાળી તોડતા વચ્ચે બદામી રંગની લીટી જોવા મળે છે. ખાસ કરીને વરસાદ બંધ થયા પછી સપ્ટેમ્બર–ઓકટોબર માસમાં છૂટાછવાયાં ઝાડોને અસર જોવા મળે છે. હાલના સમયમાં ચીકુના બગીચામાં સુકારાના પ્રશ્નો જોવા મળેલ છે. સામાન્ય રીતે વધારે પ્રમાણમાં માટી ધરાવતી (કલે સોઇલ) તેમજ ઓછા નિતાર ધરાવતી જમીનમાં આ રોગ વધારે જોવા મળે છે.

ચોમાસા દરમિયાન રોગીષ્ટ ખેતરનું પાણી તંદુરસ્ત ખેતરમાં નહીં જાય તેની કાળજી રાખવી જોઈએ. ખેતરમાં સુકારાનો રોગીષ્ટ છોડ છે કે નથી તેનું સતત અવલોકન કરતા રહેવું જોઈએ અને જો છોડમાં રોગના લક્ષણો દેખાય તો તરત જ તે છોડના થડ અને નજીકની જમીનમાં કાર્બન્ડાઝીમ 50 વેપા, 20 ગ્રામ પ્રતિ 20 લિટરમાં મિશ્ર કરી 200 ગ્રામ યુરીયા ભેળવી ઝાડને રેડવું તેમજ આજુબાજુના તંદુરસ્ત છોડને પણ આપવું. 20 દિવસના આંતરે ત્રણ વખત જમીનમાં ભેજ હોય ત્યારે આ રોગના વ્યવસ્થાપન માટે આપવાની ભલામણ કરવામાં આવે છે.

ખેતરની સ્વચ્છતા જાળવવી. રોગીષ્ટ છોડ, પાનમાં તેમજ નિંદામણનો નાશ કરી ખેતર સ્વચ્છ રાખવું. લાંબાગાળાના ઉપાય માટે ચીકુના બગીચામાં ઓગસ્ટ માસમાં ટ્રાઈકોડમા વિરીડી 50 ગ્રામ છાણીયા ખાતરમાં મિશ્ર કરી જમીનમાં આપવાથી સુકરા રોગનું જૈવિક નિયંત્રણ મેળવી શકે છે. ખેતીપાકોમાં આવતા રોગ-જીવાતના વધુ માર્ગદર્શન માટે ડો. જી. બી. કાલરીયા નવસારી કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...