તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઈકોસિસ:નવસારી જિલ્લામાં મ્યુકરના વધુ 2 દર્દીના મૃત્યુથી ચિંતા

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ મૃત્યુ 9, કુલ 34 કેસ નોંધાયા છે

નવસારી જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના વધુ 2 જણાના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 9 થયો છે. કોરોનાની બીજી લહેરમાં કોવિડ પોઝિટિવ આવેલા કેટલાક લોકોને મ્યુકરમાઈકોસીસ પણ થયો હતો અને મૃત્યુ પણ પામ્યા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસ અને મૃત્યુ મ્યુકરમાં થયા ન હતા. કુલ કેસ 34 અને મૃત્યુઆંક 7 જ રહ્યો હતો.

જોકે તેમાં ગુરુવારે વધારો નોંધાયો હતો. ગુરુવારે મ્યુકરમાઈકોસિસના વધુ 2 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. જેમાં વાંસદા તાલુકાના ધરમપુરીની 49 વર્ષીય મહિલા અને ગણદેવીના 50 વર્ષીય આધેડનો સમાવેશ થાય છે. આ 2 મૃત્યુ સાથે જિલ્લાનો મ્યુકરનો કુલ મૃત્યુઆંક 7 થઈ ગયો છે.

ગુરૂવારે કોરોનાનો નવો એક જ કેસ
જિલ્લામાં ગુરુવારે કોરોનાનો એક જ પોઝિટિવ કેસ નોંધાયો હતો. ખેરગામની 60 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે કુલ કેસની સંખ્યા 7164 થઈ ગઈ હતી. કોરોનાની સારવાર લેતા 2 દર્દી રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 6954 થઈ હતી. એક્ટિવ કેસ 19 જ રહ્યાં હતા. જેમાં 14 જણા હોમ આઇસોલેશનમાં અને 5 જણા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...