બેઠક:ગત વર્ષના બાકી રહેલા કામો તાત્કાલિક પૂર્ણ કરો: કલેક્ટર

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક નવસારીમાં જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે સને 2019-20 અને 2020-21ના વર્ષના વિકાસકામોની સમીક્ષા કરી હતી, જેમાં પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસકામોની જાણકારી મેળવી હતી. ચાલુ નાણાંકીય વર્ષ માટે મંજૂર કરાયેલા વિકાસકામો હાથ ધરતાં પહેલાં ગત વર્ષના બાકી રહેલા અને પ્રગતિ હેઠળના વિકાસકામો પણ ઝડપથી પૂર્ણ થાય તે જોવાની અમલીકરણ અધિકારીઓને તાકીદ કરીહતી.

શક્ય તેટલી ઝડપે તે પૂર્ણ કરવા તમામ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનું નિરીક્ષણ કરવા સૂચન કર્યુ હતું. નવસારી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ તથા ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલે પ્રગતિ હેઠળના તેમજ બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રજૂઆત કરી હતી. બેઠકમાં 15 ટકા વિવેકાધીન જોગવાઇ, વિવેકાધીન જોગવાઇ નગરપાલિકા, 5 ટકા પ્રોત્સાહક જાગવાઇ, ધારાસભ્ય ફંડ, એટીવીટી, રાષ્ટ્રીય પર્વ સહિતના આયોજન મંડળ હેઠળના કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

વર્ષ 2019-20મા આયોજન મંડળની વિવિધ યોજનાકીય કામો 1266 પૈકી 1264 કામ પૂર્ણ અને 2 કામ પ્રગતિ હેઠળ છે. વર્ષ 2020-21મા 873 કામમાંથી 792 કામ પૂર્ણ કરાયાં છે અને 78 કામ પ્રગતિ હેઠળ છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી ડી.એન.પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...