તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:નવસારીમાં 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન કરો, પાલિકા પ્રમુખ

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીએમને પત્ર લખી અનુરોધ કરાયો

નવસારી શહેરમાં કોરોનાના કેસો વધતા જતા હોય નવસારી-વિજલપોર પાલિકા દ્વારા દિવસે 2 વાગ્યા સુધી અને રાત્રિ કરફ્યુ માટે અપીલ કરી હતી. હાલની પરિસ્થિતિને જોતા આગામી 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. નવસારી પાલિકાના પ્રમુખ જીગીશ શાહે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને શહેરમાં 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન માટે માંગ કરી હતી.

જેમાં જણાવ્યુ કે હાલમાં કોવિડ-19ની મહામારી અંતર્ગત નવસારી શહેરમાં અંશત: લોકડાઉન લાગુ કરવામાં આવેલું છે. જે અન્વયે ક્લેક્ટરના જાહેરનામાં અંતર્ગત વ્યાપારિક પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવેલી છે તેમજ નવસારીમાં રાત્રિ 8 થી સવારે 6 કલાક સુધી ક૨ફ્યૂની અમલવારી કરવામાં આવી છે. નવસારી શહેરમાં કોરોનાનાં કેસોમાં રોજેરોજ વધારો જોવા મળે છે અને કોરોનાની ચેઇન તૂટતી માલુમ પડી નથી.

બેકરીઓ, દુધ પાર્લર, મેડિકલ, શાકભાજી માર્કેટો, હોટેલમાં પાર્સલની સેવા, રિક્ષાઓ, ખાનગી ટેક્ષી, ખાનગી બસો તથા ઉદ્યોગ-ધંધા હાલમાં 50 % સ્ટાફ સાથે ચાલુ રાખવામાં આવ્યા છે, જેનાથી અવરજવર અને ભીડભાડ જોવા મળે છે. જો લોકડાઉન થાય તો કોરોના ચેઇન તુટશે અને તે નવસારીના હિતમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો