નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદનવન કહેવામાં આવે છે અહીંના ચીકુ ઉત્તર ભારતમાં માંગ ધરાવે છે પણ હાલમાં ચીકુને ઉત્તર ભારત સુધી પહોંચાડવા માટે ટ્રકોની અછત સર્જાઈ છે. અત્યાર સુધી જે ટ્રાન્સપોર્ટ ચીકુને ઉત્તર ભારત તરફ ઝડપી રીતે પહોંચાડતા હતા, તેઓ હવે દ્રાક્ષની માંગ વધતા તે તરફ ટ્રાન્સપોર્ટ વધાર્યું છે. જેને કારણે નિયત સમયમાં અમલસાડી ચીકુ ઉત્તર ભારત તરફ પહોંચી શકતા નથી. જેથી મંડળીમાં ચીકુની આવકમાં વધારો થયો છે જેથી સીધી અસર તેમના ભાવ પર જોવા મળી રહી છે.
ચીકુને ઉત્તર ભારત તરફ પહોંચાડવા માટે અન્ય એક ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ તરીકે રેલવે છે પરંતુ ગૂડઝ ટ્રેન નિયત સમયમાં ચીકુના માલને પહોંચાડી શકતી નથી. જેને કારણે અધ વચ્ચે ચીકુનો માલ પાકી જાય છે જેને કારણે દિલ્હી માર્કેટ સુધી પહોંચતા ચીકુની ગુણવત્તા બગડે છે જેથી તેનો કોઈ લેવાલ મળતો નથી અને વેપારીઓએ નીચા ભાવે તેનું ફરજીયાત વેચાણ કરવું પડે છે.
ચીકુએ સૌથી ઝડપી પાડતું ફળ છે. જેથી તેને ઝાડ પરથી તાત્કાલિક ઉતારી માર્કેટમાં મોકલવું પડે પણ હાલમાં અમલસાડ માર્કેટથી દેશના અલગ અલગ રાજ્યોમાં સૌથી ઝડપી ચીકુ પહોંચાડવા માટે ટ્રક સૌથી સારો વિકલ્પ રહ્યો,પણ દ્રાક્ષની સીઝન શરૂ થતાં ટ્રાન્સપોર્ટ્રરો ચીકુનું વાહન કરવાનું ઓછું કરી નાખતા અમલસાડ મંડળીમાં ચિકુના માલનો ભરાવો થઈ રહ્યો છે. અમલસાડ અને તેના આજુબાજુ પંથકમાં ચીકુ વાવતા ખેડૂતોને વેપારીઓની માંગ છે કે સરકાર ચીકુને ઉત્તર ભારત તરફ પહોંચાડવા માટે યોગ્ય ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરે તે સમયની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.