ફરિયાદ:મિલકત પચાવી પાડવાનો કારસો રચનાર પાંચ સામે ફરિયાદ નોંધાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશેરા ટેકરીમાં વારસદાર છતાં ખોટુ સોગંદનામું કર્યું હતું

નવસારીમાં દશેરા ટેકરીમાં રહેતા એક જ પરિવારમાં મિલકતની વારસાઈ કરવા બાબતે જેઠાણીને અંધારામાં રાખીને દેરાણીએ મિલકતનું ખોટું સોગંદનામું કરી તેના પુત્ર અને પુત્રીના નામે મિલકત કરાવી દીધી હતી. જેની ખબર પડતાં જેઠાણીએ દેરાણી સહિત તેના પુત્ર સામે ખોટું સોગંદનામું કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પંચની સહી કરનારા 3 મળી કુલ 5 સામે ગુનો નોંધાયો હતો.

નવસારીના દશેરા ટેકરીમાં રહેતી કુસુમબેન ભીખુભાઇ પટેલે ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના સહિયારા પરિવારની મિલકત તેમના સાસુના નામે આવેલી છે. જેમાં 3 મકાન બાંધવામાં આવ્યા છે. આ મકાન દેરાણી રમીલા રમેશભાઈ પટેલે તેમના પતિનું અવસાન થયા બાદ તેમનું અને તેમના દીકરા સુભાષ પટેલનું વારસાઈ નામ મૂક્યું હતું.

જેમાં તેમના પતિના મોટા ભાઈ ભીખુભાઇ છનાભાઈ રાઠોડનું અવસાન થયું હોય તેમના મૃત્યુનું પ્રમાણપત્ર મૂકી તેની પત્ની અને તેના સંતાનો હોવા છતાં સોગંદનામું કરી ભીખુભાઇના વારસદાર નથી તેવું સોગંદનામું કરી મિલકત તેમના નામે કરી દીધી હતી. આ બાબતે જેઠાણી વારસાઈ કરવા જતા તેમની દેરાણીએ ખોટું સોગંદનામું કર્યું હોવાની ખબર પડી હતી. આ ખોટું સોગંદનામું કરનારા અને સહી કરનારા ભીખુ બુધિયા, હિતેશ અશોક (બન્ને રહે. દશેરા ટેકરી, નવસારી) અને રવિ કહાર (રહે.દાંડીવાડ, નવસારી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ખોટી માહિતી આપી સહી કરાવી લીધી હતી
દશેરા ટેકરીમાં થયેલી ફરિયાદમાં પંચમાં સહી કરનારા બે સાક્ષી પૈકી એક ભીખુ હળપતિ અભણ હોય તેનો માત્ર અંગુઠો લઈને સાક્ષી તરીકે સહી કરાવી હતી. હિતેશ રાઠોડને તેની માતાનું વિધવા પેન્શન માટે સાક્ષી તરીકે સહી કરવાની હોવાનું જણાવી સહી કરાવી હતી. હિતેશ અભ્યાસ કરી દુબઈ નોકરી કરી આવ્યો હતો પરંતુ ખોટી માહિતી આપી સાક્ષી તરીકે સહી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...