તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:નવસારીના ખાતેદારના સુરતની બેકોમાં ખાતા ખોલાવી બેનામી વ્યવહારમાં કલેક્ટરને ફરિયાદ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષમાં 44.81 લાખના વ્યવહાર બાદ ખાતુ બંધ કર્યું

નવસારીમાં રહેતા લોકોને પાનકાર્ડ અને આઈટી રિટર્ન ભરે તો સરકારના લોન સહિતના લાભો મળે તેવા પ્રલોભન આપી સુરતના કન્સલ્ટન્ટ દ્વારા નવસારીમાં એક એજન્ટ રોકી 100થી વધુ લોકોના દસ્તાવેજો લીધા હતા. સુરતની વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી તેમના નામે બારોબાર નાણાંકીય વ્યવહાર કરનારા ટેક્સ કન્સલ્ટન્ટ સામે નવસારીમાં મહિલાએ કલેક્ટરને લેખિતમાં છેતરપિંડી કરનારા સામે નવસારીમાં ફરિયાદ થાય તે માટે અપીલ કરતું આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આવેદનમાં કહ્યું કે, નવસારીના 100થી વધુ લોકોએ સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ પર વિશ્વાસ રાખી તેમના ફોટા, આધારકાર્ડ, પાનકાર્ડ આપ્યા હતા. જેના આધારે ટેક્સ કન્સલ્ટન્ટે પુત્ર અને પુત્રવધુના મેળાપીપણામાં DCB બેંકમાં 13મી ફેબ્રુઆરી 2012એ ખાતુ ખોલાવી 10મી સપ્ટેમ્બર 2014 સુધીમાં રૂ. 44.81 લાખના નાણાંકીય વ્યવહાર થયા હતા. તેમના નામે એકાઉન્ટ ખોલીને નાણાંકીય વ્યવહારો કરનારા સુરત મહિધરપુરાના ટેક્સ કન્સલ્ટન્ટ સામે નવસારીમાં કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી હતી. આ બાબતે અગાઉ મહિલાએ સુરત પોલીસમાં પણ લેખિત ફરિયાદ કરી હતી.

ખાતેદાર વગર પૈસે કરોડપતિ થઈ
ફરિયાદ કરનાર મહિલાના દસ્તાવેજોની મદદથી સુરતની વિવિધ બેંકમાં 4 ખાતા ખોલાવ્યા હતા. જેમાં 3 કરોડ જમારાશિ બોલે છે. આ મહિલાની આવક ઓછી હોય અને મકાન ખરીદવા લોન લેવી પડે છે પણ આ મહિલાના ખાતામાં હમણાં 3 કરોડ જેટલી રાશિ જમા બોલે છે. તેના ચેકબુક, મોબાઈલ નંબર અને અન્ય દસ્તાવેજો સુરતના ટેક્સ કન્સલ્ટન્ટના પરિવારના નામે બોલે છે. આને કહેવાય માત્ર નામના કરોડપતિ.

અન્ય સમાચારો પણ છે...